આવા લગ્ન ક્યારેય જોયા નહીં હોય…વરઘોડા માં અઘોરી-બાવા ને બોલાવ્યા અને વરરાજા એ ધારણ કર્યું ત્રિશુલ…જુઓ

ભારત ભરમાં અત્યારે લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં અને ભારતમાં લગ્ન સિઝન ખૂબ ધૂમધામ થી ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે લોકો એક લગ્નનો પ્રસંગ યાદગાર અને શાનદાર બનાવવા માટે આખી જિંદગી કાઢી નાખે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં વસતા વૃષભ પટેલ નામના યુવક સાથે થઈ હતી. વૃષભ પટેલે એવી રીતે પોતાના લગ્ન કર્યા કે જે જોઈને ભગવાન શિવના લગ્ન યાદ આવી જાય. તારીખ 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર ભગવાન શંકરની ભક્તિમાં લીન વૃષભ પટેલે લગ્ન કર્યા હતા.

અનેક મહાપુરુષો અને કથાવાચકો ના જણાવ્યા મુજબ ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્નમાં અઘોરી બાવાઓ અને અનેક પશુઓ જોડાયા હતા. એવી જ રીતે ગોધરાના કાછિયા સમાજના વૃષભ પટેલ નામના વ્યક્તિએ જેમ ભગવાન શંકર ની જાન નીકળી હતી એમ એને પોતાની જાનમાં ભગવાન શંકરની જેમ વેશભૂષા ધારણ કરી હતી.

છબીમાં દર્શાવેલ મુજબ વૃષભ પટેલે એના શરીર ઉપર ભસ્મ લગાવી હતી અને હાથમાં ત્રિશુલ ધારણ કર્યું હતું અને વરઘોડા ના મુખ્ય માર્ગો પર ફરીને ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેને સેજલ સાથે લગ્ન કર્યા આ ઉપરાંત આશ્ચર્યજનક વાત તો એ છે કે વરઘોડામાં અનેક બાવાઓ અને અનેક અઘોરીઓ જોડાયા હતા.

આ બાબતે ન્યુઝ કર્મચારીઓએ ઋષભ પટેલ સાથે વાત કરી હતી તો વૃષભ પટેલે જણાવ્યું હતું કે તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે આથી તે માત્ર નવ ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા અને હવે તે બિસ્કીટના હોલસેલ વેપાર સાથે જોડાયેલા છે. તે નાનપણથી જ તેના કાકા અને મામા સાથે રહેતા હતા ઋષભ પટેલ એ ખુદ અંકલેશ્વર મંદિર નો સૌ પ્રથમ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને અંકલેશ્વર મંદિરના અખાડા ટ્રસ્ટનું મુખ્ય મંદિર છે ત્યાં ઘણા બધા અઘોરીઓ અને સાધુ સંતો આવતા હોય છે જેથી કરીને વૃષભ પટેલને આવી રીતે લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા થઈ હતી.

આપને જણાવ્યા અનુસાર ઋષભ પટેલ ને સાધુ સંતો સાથે ઓળખાણ અને રોજની બેઠક હતી જેથી કરીને અનેક સાધુ સંતો અને અઘોરીઓને વૃષભ પટેલે તેને પોતાના લગ્નમાં બોલાવ્યા હતા. જેમાંથી બે તેમના ગુરુ હતા જે બિલકુલ અઘોર પંચ મુજબ નીરવસ્ત્ર આવ્યા હતા અને બીજા બધા કાળી ધોતી પહેરીને આવ્યા હતા. ત્યાર પછી લગ્ન પૂર્ણ થયા બાદ બધા સાધુ સંતોએ વાણીરૂપી વૃષભને આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *