ગુજરાતમાં આજથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ દેશમાં મતદાન કરવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીની વાત કરીએ તો રાજ્યના 19 જિલ્લાના 25,430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં ચૂંટણીનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કામાં બે કરોડ 2 કરોડ 39 લાખ76,000 થી પણ વધુ લોકો મતદાન કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 778 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. આમાં જો સૌથી વધુ જ ચિંતાજનક બેઠક હોય તો તે વરાછાની વિધાનસભા બેઠક છે. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથરીયા અને ભાજપના ઉમેદવાર કિશન કાનાણી વચ્ચે જંગ ચાલી રહી છે.
વિડિઓમાં તમે જોય શકો કે ત્યારે આજે વરાછા બેઠકના આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર મતદાન મથક પર ભેગા થઈ ગયા હતાં. સુરતની અંદર વરાછા વિસ્તારમાં ચૂંટણી જંગ જમીયો છે એવામાં જ સભાઓમાં એકબીજાની પર પ્રહારો કરનાર બન્ને ઉમેદવારો ભેગા થયા તો ભરત મિલાપ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. અલ્પેશ કથીરિયાએ કિશોર કાનાણીના આશિર્વાદ લીધા હતાં અને બાદમાં બન્ને ગળે મળીને ભેટી ગયાં હતાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે