ભારતમાં પ્રેમ સંબંધોને કારણે અનેક હત્યા તથા આત્મહત્યાના કિસ્સાઓ આપે સાંભળ્યા હશે પરંતુ હવે આ કિસ્સો વિદેશની ધરતી પર પણ થઈ રહ્યો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના જાસ્મીન કોર હત્યા કેસ વિશે જાણીને આપ પણ ચોકી જશો કારણ કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી ભારતની નર્સિંગની વિદ્યાર્થીની જાસ્મીને તેના એક્સ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવા બદલ એવી દર્દનાક સજા આપી કે આપ પણ સાંભળીને રડી પડશો. કારણકે તેના બોયફ્રેન્ડ એ જાસમીન ને કેબલ સાથે બાંધીને લગભગ 650 કિલોમીટર દૂર લઈ જાય તેને જીવતી જ દફનાવી દીધી હતી.
તેના બોયફ્રેન્ડ એ જાસમીન ને આવું દર્દનાક મોત આપ્યું હતું. આ સમાચાર સાંભળીને સૌ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અત્યાર કેસમાં પોલીસે તમામ સૂત્રો આધારિત તપાસ કરીને આરોપી બોયફ્રેન્ડને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સમગ્ર ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો જાસ્મીન નો પાંચ માર્ચ 2021 ના રોજ એડિલેટ શહેરમાંથી તેના જુના બોયફ્રેન્ડે તારક જ્યોત સિંહે અપરણ કર્યું હતું. ત્યારબાદ તેને હાથ પગ બાંધીને પોતાની ડેઈકીમાં લઈ જાય એક દર્દનાક મોત આપ્યું હતું. મૃતક યુવતી ની ઉંમર માત્ર 21 વર્ષની છે.
સૌપ્રથમ આ અત્યારમાં તેણે યુવતીનું ખૂબ જ ખરાબ રીતે ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ તેણે ખાડો ખોદીને કોઈપણ જાતની દયા રાખ્યા વગર દાટી દીધી હતી આ સાથે જ તેણે માણસાઈની તમામ હદો વટાવી દીધી હતી. જોકે આ ઘટના તેણે પોતાના મિત્રની ગાડી લઈને કરી હતી પોલીસે તમામ સૂત્રોના આધારે તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી પરંતુ તે પોલીસને પણ જૂઠું બોલતો હતો પરંતુ આખરે તેણે પોતાની હકીકત સ્વીકારી હતી ત્યારબાદ પોસ્ટમોર્ટમમાં એ સામે આવ્યું કે યુવતીનું મોત તડપી તડપીને ખૂબ જ દર્દનાક રીતે થયું છે.
યુવતી ના પિતા જણાવે છે કે મારી પુત્રીએ તેની સાથે સંબંધમાં રહેવા માટે કેટલી વાર ના પાડી હતી તેથી જ તે મારી પુત્રીથી ખૂબ જ ગુસ્સે ભરાયો હતો તેણે આખરે મારી પુત્રીને આવું દર્દનાક મોત આપ્યું હતું. કોર્ટમાં થયેલા આદેશ મુજબ એવું સાબિત થયું કે જાસ્મીન કોર આંતકવાદનો શિકાર બની છે.
તેણે આ ગુનાને સૌથી મોટો ગુનો નોંધાવ્યો હતો. જોકે હવે વિદેશની ધરતી પર પણ આવા અવારનવાર કિસ્સા ના સમાચાર આવવાથી ભવિષ્યમાં જવા વાળા વિદેશમાં વિદ્યાર્થીઓમાં પણ ચિંતા નો માહોલ સર્જાયો છે. આજકાલ દરેક વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને પોતાનો અભ્યાસ તથા સ્થાયી થવાનું સપનું હોય છે.