નર્મદા નદીમાં 30થી વધુ શ્રદ્ધાળુઓ ન્હાઈ રહ્યા હતા…અચનાક નર્મદા નદીમાં પાણી એટલું વધી ગયું કે શ્રદ્ધાળુઓ ફસાયા -જુઓ વિડીયો

HHDC કંપની છે જે ઇન્દોર નજીક ઓમકારેશ્વર ડેમ જે નર્મદા નદીની ઉપર બાંધવામાં આવેલો છે તેની જાળવણી કરતી હોય છે. ગત રવિવારે HHDC કંપનીએ સવારે 11:00 વાગે નર્મદા નદીમાં પાણી છોડ્યું હતું. જો કે નર્મદા નદીમાં નાહવા પડેલા લોકો અચાનક પાણી વધી જવાને કારણે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીની જળ સપાટીમાં અચાનક વધારો થયો હતો. નર્મદા નદીના તટે 30 જેટલા શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા હતા. અચાનક જળ સપાટીમાં વધારો થતા નદીની વચ્ચે જે લોકો ફસાઈ ગયા હતા. જો કે ખલાસીઓ તેમને બચાવવા ગયા હતા અને તે દોરડા ની મદદથી તેમને બોટમાં બેસાડીને કિનારે લાવવામાં આવ્યા હતા.

નર્મદા નદીમાં હુંટર ફીટ કરવામાં આવ્યા છે જે ડેમનું પાણી છોડવાના પહેલા વાગ્યા હતા પરંતુ શ્રદ્ધાળુ અન્ય રાજ્યોમાંથી આવેલા હતા. જેથી કરીને તેમને હૂટર વિશે ખબર ન હતી અને રવિવાર હોવાથી ઓમકારેશ્વરમાં ઘણી ભીડ હતી જેથી તેઓ નદીમાં સ્નાન કરતા રહ્યા.

આ બધી બાબત માં મહત્વપૂર્ણ વાત તો એ છે કે પોલીસ પ્રશાસનની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે અચાનક પ્રવાહ મજબૂત બન્યો ત્યારે 30 શ્રદ્ધાળુઓ જે સ્નાન કરી રહ્યા હતા તેમનો જીવ જોખમમાં મુકાયો. પરંતુ રાહતની વાત તો એ છે કે નદીમાં કોઈ ડૂબ્યું નથી. ગણતરીની 10 જ મિનિટમાં આઠ બોટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને તેમનો જીવ બચી ગયો. જોકે બ્રહ્મપુરી ઘાટ પર પણ આવી ઘટના બની ત્યાં પણ ખલાસીઓએ છ લોકોને ડૂબવાથી બચાવ્યા.

ઘટનાના પ્રત્યક્ષી રણજીત ભવરીયા જણાવ્યું કે આ પૂર્ણ ઘટના રવિવારના સવારે 11:00 વાગે બની હતી. રોજની જેમ નદીમાં પાણીની સપાટી ઓછી હોવાથી શ્રદ્ધાળુઓ નદીની તટથી 50 થી 60 મીટર દૂર જાય છે. અને રવિવારે પણ એવી જ ઘટના બની ઓમકારેશ્વર ડેમમાંથી અચાનક જ પાણી છોડવામાં આવ્યું જેથી કરીને નર્મદા નદીની પાણીની સપાટીમાં વધારો થયો હતો. તે દરમિયાન નદીમાં 30 થી વધુ શ્રદ્ધાળુ સ્નાન કરી રહ્યા હોવાના સમાચાર છે. અચાનક જ પાણીની સપાટી વધતા તેઓ બચાવો-બચાવો ના નારા લગાવી રહ્યા હતા.

ખલાસીઓના જણાવ્યા મુજબ શ્રદ્ધાળુઓ પાણી ઓછું હોવાને લીધે નદીની વચ્ચે આવેલા પથ્થર પર સ્નાન કરવા ગયા હતા જો કે ઓમકારેશ્વર ડેમમાંથી અચાનક જ પાણી છોડાતા સ્નાન કરતા લોકો ખૂબ જ ગભરાવા લાગ્યા હતા. આજુ-બાજુમાં કોઈ મદદની કિરણ દેખાતી ન હતી. જેથી કરીને તેમને તટ પર ઉભેલા શ્રદ્ધાળુઓ ને હાથ લંબાવીને મદદ માટે વિનંતી કરી હતી. તે સમયે સતીશ કેવટે જણાવ્યું કે તે લોકો એ હોડી લીધી અને અન્ય લોકોને પણ બોટ લેવા માટે વિનંતી કરી. સૌપ્રથમ તેમને લાઇફ જેકેટ અને દોરડા આપ્યા પછી પાંચ-પાંચ સાત-સાત લોકોને બહાર કાઢીને લાવવામાં આવ્યા.

મહત્વપૂર્ણ વાત તો એ છે કે શ્રદ્ધાળુ એ કિનારે પહોંચતા જ રાહતનો શ્વાસ લીધો હતો. નાવિક પ્રકાશ કહેવતના જણાવ્યા અનુસાર તેઓ એ એકવારમાં 11 શ્રદ્ધાળુઓ જોકે બીજી વારમાં સાતથી આઠ લોકોને બચાવી લીધા હતા હૂટર સિવાય તટો પર પણ જાહેરાત કરવી જોઈએ એવું શ્રદ્ધાળુઓનું માનવું છે. જેથી બહારથી આવતા લોકો પણ ડેમમાંથી પાણી છોડવામાં સાવચેતી રાખી શકે. એક અહેવાલ મુજબ તો એ પણ જાણવામાં આવ્યું છે કે કંપનીએ ઘાટ પર કોઈ ચેતવણી બોર્ડ પણ લગાવ્યું નથી. મોટાભાગના લોકો ગુજરાત અને મહારાષ્ટ્રના હતા જેથી કરીને તેમને હૂટરનો અવાજ સંભળાયોતો હતો પણ એ શું કામ વાગ્યું હતું એની જાણ નહોતી.

અન્ય રાજ્ય ના શ્રદ્ધાળુઓને સ્થાનિક પરિસ્થિતિની જાણ ન હતી ઓમકારેશ્વર પાવર પ્રોજેક્ટ ની ચાર ટર્બાઇન ચાલી રહે છે આ ટર્બાઇન માંથી રોજ સવારે નર્મદામાં નવ કલાકે અને ત્યાર પછી એક એક કલાકના અંતરે પાણી છોડવામાં આવે છે પરંતુ સ્થાનિક પરિસ્થિતિની જાણ ન હોવાથી ૩૦થી વધુ શ્રદ્ધાળુને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

પાણી છોડ્યાના એક કલાક પહેલા ડેમ પ્રશાસને હૂટર વગાડીને સ્થાનિકોને જાણ કરવાની કોશિશ પણ કરી હતી. જોકે શ્રદ્ધાળુઓ અન્ય રાજ્યના હોવાથી તેમને ખબર નહોતી રહી. જોકે સ્થાનિક લોકોએ પણ અવાજ ઉઠાવીને આ યુવકોને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ સંમંત ન થતા સ્નાન કરવાનું ચાલુ રાખ્યું. અને અચાનક જળ સપાટીમાં વધારો થતા શ્રદ્ધાળુએ બચાવવા માટે આજીજી શરૂ કરી હતી. અત્યારે બધા સુરક્ષિત છે.

જોકે 13 વર્ષ પહેલા પણ આવી ઘટના દેવાસ નજીક આવેલા ધારજીમાં અમાવસ્યાના દિવસે સામે આવી હતી. ડેમમાંથી પાણી છોડાતા 15 થી વધુ લોકોના કરુણ મોત થયા હતા. રાત્રે લોકો નદીના કાંઠે સૂઈ ગયા હતા અને નદીનો જળસ્તર વધવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત પણ ડેમનો સંચાલન કરતી કંપનીઓ બોધપાઠ લઈ રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *