મુકેશ અંબાણી શુભ પ્રસંગ હોય ત્યારે આ નાનકડા ગામમાંથી મીઠાઈ મંગાવે છે, મીઠાઈ લેવા માટે હેલિકોપ્ટર…

અંબાણી પરિવારને તો તમે જાણતા જ હશો. અંબાણી પરિવાર સાથે જોડાયેલી ઘણી બધી વાતો તમે સાંભળી હશે. ખૂબ જ ધનવાન એવા મુકેશ અંબાણીના પરિવાર વિશે ઘણી વસ્તુઓ એવી છે જે તમે હજુ સુધી નહીં જાણતા હશો.

મુકેશ અંબાણી અને તેનો પરિવાર આટલો પૈસાવાળો હોવા છતાં ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. મિત્રો તમને જણાવી દઈએ અંબાણી પરિવારને ગુજરાતી ભોજન ખૂબ જ પસંદ આવે છે. તેણે ગુજરાતની રીત ભાત અને સંસ્કૃતિ હજુ સુધી જાળવી રાખી છે.

તેના ઘરે શુભ પ્રસંગ પર જે મીઠાઈ આવે છે તે કોઈ ફાઇસટાર હોટલ કે રેસ્ટોરન્ટ માંથી નહીં પરંતુ ભારતના એક નાનકડા ગામમાંથી કંદોઈ પાસે બનાવડાવે છે. મુકેશ અંબાણી અને તેના પરિવારને આ મીઠાઈ એટલી પસંદ છે કે તે ખાસ કરીને પ્રાઇવેટ હેલિકોપ્ટર દ્વારા મીઠાઈ મંગાવે છે.

ઉત્તર પ્રદેશના દિલહર નામનું નાનકડું ગામ જે પોતાની મીઠાઈઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગામની અંદર વર્ષોથી દૂધથી બનાવટ વાળી ખાસ મીઠાઈ દરરોજ તૈયાર થાય છે. આ મીઠાઈ દૂધને ઉકાળીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ લેવા માટે અંબાણી પરિવાર પ્રાઇવેટ હેલિકોપ્ટર મોકલે છે.

મીઠાઈ બનાવનાર કંદોઇ સત્ય પ્રકાશે જણાવ્યું કે અંબાણી પરિવાર પોતે આ મીઠાઈ બનાવવા માટે ખાંડની સાથે સાથે તેમાં વપરાતા ડ્રાયફ્રુટ પણ મોકલે છે. ત્યાર પછી અમારા કારીગરો આ મીઠાઈ ને તૈયાર કરે છે અને અંબાણી પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *