આજના પવન દિવસ એટલે કે મહાશિવરાત્રી જે આજે લોકો ખૂબ ધૂમધામથી મહાદેવનો દિવસ બનાવી રહ્યા છે. મહાદેવના ભક્તો ના ચેહરા ઉપર ખુશ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હાલ રિલાયન્સ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેના પુત્ર સોમનાથના મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. જ્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણી અને આકાશમાં સોમનાથ મહાદેવના મંદિર આવીને મહાદેવના દર્શન કર્યા હતા. દર્શનના સમય દરમિયાન તેમને જલાઅભિષેક કર્યો અને મહાદેવની પૂજા કરી.સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જ્યારે આ સમય દરમિયાન ભારતના ટોપ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મહાદેવના મંદિર પર મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાનો લાભ લીધો હતો. સાથે સાથે મુકેશ અંબાણીએ સોમનાથ ટ્રસ્ટની 1.51 કરોડનું દાન પણ કરવામાં આવ્યું હતું.
મુકેશ અંબાણી અને તેના પરિવાર તરફથી લાગે રહ્યું છે કે તેઓ મહાદેવને ખૂબ માને છે. જ્યારે મહાશિવરાત્રીના દિવસે તેઓ મુકેશ અંબાણી તેમજ તેના પુત્ર મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા.