હાલમાં સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન નો પાત્ર ભજવનાર દિશા વાકાણી ને ગળાનું કેન્સર થયું છે. આ ખબર સામે આવતા જ દયાબેનના ચાહકોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે.
આ સમાચાર સાચા છે કે ખોટા તે હજુ કોઈને ખબર નથી. આ વાતને લઈને જેઠાલાલ પણ એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, મને સવારથી સતત કોલ આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સાચા ખોટા સમાચાર મળી રહ્યા છે.
આવા સમાચારને પ્રોત્સન આપવું મને જરૂરી લાગતું નથી. હું માત્ર એટલું જ કહીશ કે આ બધી અફવા છે અને આના પર ધ્યાન ન આપો. દયાબેન ને કંઈ પણ થયું નથી. અને દયાબેનના ફ્રેન્ડ્સને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અભિનેત્રી એકદમ ઠીક છે. જોકે સોશિયલ મીડિયામાં ફરતા સમાચારને લઈને હજુ સુધી ખુદ દિશા વાકાણી નું કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી. આ વાતને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ રિએક્ટ કરતાં જણાવ્યું કે, તેમને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણ નથી.
અને હું તેમના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારની અફવા ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ ન કરે અને તેનાથી બિલકુલ ગભરાઈ નહીં. તેમને કહ્યું કે હું દિશા સાથે સંપર્કમાં છું અને જો આ કેન્સરની ખબરમાં સચ્ચાઈ હોય તો તેને જાણવા વાળો હું પહેલો માણસ હોત. દિશા સંપૂર્ણ રીતે ઠીક છે.