છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગુજરાતના રાજકોટ શહેરમાંથી એક આત્મહત્યા ની ઘટના સામે આવી છે જેમાં માત્ર 28 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાય મોતને વહાલું કર્યું હતું. મૃત્યુ પામેલી મહિલાનો પતિ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
પરંતુ તેની પત્નીના મૃત્યુના સમાચાર સાંભળી તેના પતિનો આધાર ચાલ્યો ગયો હતો. મૃતક મહિલા રાજકોટ શહેરના સંત કબીર રોડ નજીક માર્કેટિંગ યાર્ડ પાસે ધરા નગરમાં રહેતી હતી પરંતુ અચાનક જ આત્મહત્યા કરવાથી તેમના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. મહિલાનો પતિ જ્યારે સવારમાં લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાના કામ પર જતો રહ્યો હતો ત્યારબાદ મહિલાએ એકલતાનો ફાયદો ઉઠાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ગળાફાંસો ખાધેલી હાલતમાં મહિલાને સૌપ્રથમ તેના મોટા પુત્ર એ જોઈ હતી.
આ સાથે જ તેણે તેના પિતાને ફોન કરીને આવા દુઃખદ સમાચાર આપ્યા હતા ત્યારબાદ તુરંત જ તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા ત્યાં સુધીમાં મહિલાના મૃતદેહને ઉપરથી નીચે લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા ની સાથે તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતાં પૂછપરછ હાથ ધરી હતી. મહિલાને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃતક મહિલાના ત્રણ સંતાનો છે જ્યારે મહિલાના આઠ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. માતાના મૃત્યુના સમાચાર સાંભળી દીકરાઓ પણ શોકની લાગણીમાં ગરકાવ થયા હતા. ત્રણેય સંતાનોને નાનપણથી જ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે પોલીસ વધુ તપાસ કરીને આત્મહત્યાના કારણ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. જેથી કરીને આત્મહત્યાનું સાચું કારણ જાણી શકાય.