ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા નું દુઃખદ અવસાન થયું છે. નરેન્દ્ર મોદી ની માતા ની ઉંમર 100 વર્ષ હતી. ગુજરાતના ગાંધીનગરમાં એક સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હજુ થોડા દિવસો પહેલા જ નરેન્દ્ર મોદીએ તેમની માતા સાથે છેલ્લી મુલાકાત કરી હતી. મોદીએ હીરાબા સાથે 30 મિનિટ જેટલો સમય કાઢ્યો હતો અને ચા પિતા પિતા વાતચીત કરી હતી.

હીરાબાએ નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે “જો ભાઈ હું સાધારણ વ્યક્તિ છું મેં તને જન્મ આપ્યો છે પણ સર્વ શક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે”. તને શીખવ્યું છે અને તારું લાલન પાલન કર્યું છે. ત્યારે મોદીએ લખ્યું કે માતાથી મોટો કોઈ ગુરુ નથી “નાસ્તિ માત્ર સમો ગુરુ”.

જાણવા મળ્યું છે કે મોદી વડાપ્રધાન બન્યા બાદ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે હીરાબાની મુલાકાત જરૂર લેતા. એટલું જ નહીં તે આશીર્વાદ લેવાનું પણ ચૂકતા નહીં. હમણાં જ 4 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સીધા ગાંધીનગર ખાતે માતાને મળવા પહોંચ્યા. જ્યાં માતાના આશીર્વાદ લઇ ચા પીતા પીતા તેમની સાથે 30 મિનિટ સુખ દુઃખની વાતો કરી હતી.