હજારો દીકરીઓના પાલક પિતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી ને લાખ લાખ વંદન..! જુઓ મહેશ સવાણી સાદગી ભર્યું જીવન…

આજે આપણે મહેશ સવાણી વિશે ચર્ચા કરીએ. તેઓ એક – બે દીકરીઓના પિતા નથી પરંતુ હજારો દીકરીઓના પિતા છે.

મહેશ સવાણીએ ઘણી બધી દીકરીઓના કન્યાદાન કર્યા છે. જેવી રીતે એક વ્હાલી દીકરી માટે તેના પિતા પ્રેમથી વિદાય આપે તેવી રીતે મહેશ સવાણી પણ પોતાની દીકરી સમજીને વિદાય આપે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવીએ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે.” કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ આયોજિત ‘દીકરી જગત જનની સમૂહ લગ્ન’ અંતર્ગત પીપી સવાણી સ્કૂલ નજીક અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં શનિવારે પ્રથમ ચરણમાં 150 દીકરીઓના ધામધૂમ પૂર્વક લગ્ન યોજાયા હતા. જેમાં બે મુસ્લિમ અને એક ખ્રિસ્તી યુગલે પણ નવજીવનમાં ડગ માંડ્યા હતા.

સ્વાગત પ્રવચન કરતા પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. તેમણે જીવનના નવા પડાવમાં જઈ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, ‘સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે, વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. ઉત્તમ નારીત્વનું ઉદાહરણ પૂરૂ પાડજે, ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુકત સંતાનોને જન્મ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *