ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટીનાની ટીમનું મંગળવારે દેશમાં લાખો ચાહકોએ સ્વાગત કર્યું. આખી ટીમ ઓપન ટોપ બસમાં બેસીને જઈ રહી હતી. ઉજવણી વખતે ચાહકોની ભીડ બસ તરફ ઘસી આવી ત્યારે મેસ્સીને હેલિકોપ્ટરની બહાર જવું પડ્યું હતું.

FIFA વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા પછી આર્જેન્ટીનાના કેપ્ટન લિયોન મેસ્સીના અમુક ફોટો વાયરલ થયા છે. અમુક ફોટોમાં તે વર્લ્ડ કપ ટ્રોફીને પોતાની સાથે રાખીને સૂઈ ગયો હતો. લિયોન મેસ્સીએ આ ફોટોને સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેપ્શન માં લખ્યું હતું કે ‘ગુડ મોર્નિંગ’. બીજી બાજુ તેની રાજધાનીમાં લિયોન મેસ્સીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર 40 લાખ લોકો ભેગા થઈ ચૂક્યા હતા.
આર્જેન્ટીનામાં હોલિડે જાહેર કરાયો અને મેસ્સીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ફીફા વર્લ્ડ કપ ચેમ્પિયન આર્જેન્ટીનાની ટીમ 3:00 વાગ્યે પોતાના દેશ આવી હતી. ત્યારે આખો આર્જેન્ટીના જાગી રહ્યો હતો. જેના દ્રશ્યો જોઈને તમારો શ્વાસ અધર થઈ જશે. આર્જેન્ટીનામાં મંગળવારે તહેવાર જેવો માહોલ સર્જાયો હતો. આખી ટીમે 11 કિલોમીટર જેટલો લાંબો રોડ શો કર્યો હતો.