માયાભાઈ નું નામ પડતા જ એક જ વસ્તુ યાદ આવે હસવાનું. ડાયરામાં માયાભાઈ હોય એટલે ડાયરાની રોનક જ અલગ હોય. તેમની મધુર વાણી સાંભળીને ક્યારે સવાર પડી જાય તે ખબર જ ના પડે. તેમની વાણીમાં જાણે જાદુ હોય. મિત્રો શું તમને ખબર છે તેમણે અહીં સુધી પહોંચવા કેટલું સંઘર્ષ કર્યું છે? જાણીને તમને પણ એમ થશે કે ભગવાને તેમને આટલું બધું આપ્યું તેમના કામ પ્રમાણે બરાબર છે. ચાલો અમે તમને જણાવીએ તેમના જીવનની અમુક વાતો.

માયાભાઈ નો જન્મ ભાવનગર જિલ્લાના તાજા તાલુકાના એક નાનકડા ગામ કુંડવી ખાતે થયો હતો. તેના પરિવારનું મૂળ વતન બોળવી છે. માયાભાઇ ના પિતા અને મામાએ કુંડળી ખાતે જમીન લીધી હતી. જેથી તે કુંડળી ગામમાં જ રહેતા હતા. માયાભાઈ આહીર ના પિતાને લોકો ‘ભગત’ તરીકે ઓળખતા હતા. માંડવીમાં કોઈ સાધુ સંત આવે તો તેમનો ઉતારો તેમના ઘરે જ હોય. તેમના પિતાને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો ખૂબ જ શોખ હતો એટલે લોકો તેને ‘ભગત’ કહેતા હતા.

માયાભાઈ એ પોતાનું પ્રથમ શિક્ષણ કુંડળીમાં જ લીધું હતું. તે ગામમાં એક વાડી વિસ્તારમાં રહેતા હતા. તેમના ઘરથી શાળા દોઢ કિલોમીટરના અંતરે આવતી હતી. ઘરેથી શાળાએ પહોંચવાનો માર્ગ ખૂબ જ કાંટાળો અને ખરાબ હતો તેમ છતાં આવી સ્થિતિમાં પણ તે ચાલીને શાળાએ જતા હતા. ત્યારબાદ આગળનું શિક્ષણ તેમણે બાજુના બોરડા ગામમાં લીધું હતું.

તેમને ધોરણ 10 સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લાની આલ્ફ્રેડ સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. શાળાની અંદર તેઓ ગાયો ચરાવતા અને ખેતીના વિવિધ કાર્યોમાં પણ સહાય કરતા.

તેમણે ચાર દિવાલની મધ્યમાં રહેલા શિક્ષણને વધુ પડતું ધ્યાન આપવા માટે સાહિત્યના વિશ્વમાં ઝંપલાવ્યો અને પોતાના સંસ્કારો ના પાઠ ભણાવવાના શરૂ કર્યા. એક રીતે જોવા જઈએ તો તેમને લોકસાહિત્ય વારસામાં પ્રાપ્ત થયેલું છે. ઘરમાં બાળપણથી જ લોકસાહિત્યનો માહોલ બનેલો રહેતો જેથી તેના પર ખૂબ જ ગાઢ અસર પડી. તેઓ જ્યારે ધોરણ 4 માં ભણતા હતા ત્યારે માત્ર 9 વર્ષની ઉંમરમાં એક કાર્યક્રમમાં “જૂનું તો થયું રે દેવળ મારું ભજન” જાહેરમાં ગાયું હતું. આ ગીત બધાને ખૂબ જ પસંદ આવ્યું હતું.

તેમણે ટ્રેક્ટર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. તેમની પાસે પેસેન્જર વાહન અને લોડીંગ વાહન બંને ઉપલબ્ધ હતા. હાલ તેની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી. આ વાહનના વ્યવસાય અંગે તેમણે જણાવ્યું કે લોકો બહારગામ જાય ત્યારે તેનું જ વાહન પસંદ કરતા હતા.

ખૂબ જ મહેનત બાદ આ લેવલ પર પહોંચ્યા છે
કાર્યક્રમો કરીને લોક કલાકારો પણ તેમને સ્ટેજ પર બોલાવવા લાગ્યા. તેના કાર્યક્રમો લોકોને ખૂબ જ પસંદ આવતા હતાઆવવા લાગ્યા. તે પોતાના જીવનમાં ફક્ત બે જ બાબતોને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે. પોતાની જાતને પ્રુફ કરવાનો ચાન્સ મળતા જ તેના ભાગ્ય ચમકી ગયા. ગીતોની સાથે સાથે તેમને હાસ્ય પણ અજમાવ્યું. ખરેખર એવો તો શું જાદુ ચાલ્યો કે તેમણે લોકોને મોજ કરાવી દીધી. તે ગીત ગાવાની સાથોસાથ હાસ્ય કલાકાર પણ બની ગયા.
માયા ભાઈ ના જોક્સ સાંભળીને લોકોને પેટમાં દુઃખી જાય છે. ધીમે ધીમે તેને એવી સફળતા પ્રાપ્ત થઈ કે લોકો એવું માનવા લાગ્યા કે તેમના વગર ડાયરાનો કાર્યક્રમ નકામો. અત્યાર સુધીમાં દેશ અને વિદેશમાં મળીને કુલ 5000 થી પણ વધુ કાર્યકર્મો કરી ચૂક્યા છે.