ગુજરાતી કલાકારો કોઈને કોઈ વાતને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ગુજરાતના મોટાભાગના લોકો પોતાની મહેનતથી આગળ આવ્યા છે અને પોતાની મહેનતના પૈસાથી પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ઘણા ગાયક કલાકારો આજે દેશ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યા છે. ત્યારે એવા જ એક ગાયક છે દેવ પગલી. જેણે પોતાની મહેનત અને અવાજના દમ પર આજે મોટું નામ બનાવી નાખ્યું છે.

ગુજરાતના લોકો આજે દેવ પગલીને રોકસ્ટાર તરીકે ઓળખે છે અને તેના ગીતો આવવાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે. બોલીવુડ નેતા રણવીર સિંહ પણ દેવ પગલી ની પ્રશંસા કરી હતી જ્યારે રણવીર ની ફિલ્મ “જયેશભાઈ જોરદાર” માં દેવ પગલી નું એક ગીત આવ્યું હતું. આ ગીત દ્વારા દેવ પગલીએ બોલીવુડમાં ડંકો વગાડી દીધો હતો.

હાલ દેવ પગલી ફરીવાર ચર્ચાઓમાં આવ્યો છે. આ વખતે તે કોઈ ગીત ના લીધે ચર્ચામાં નહીં પરંતુ એક ખાસ કામને લઈને ચર્ચામાં આવ્યો છે. દેવ પગલી પોતાની માતા સાથે વૃંદાવનની જાત્રા પર નીકળ્યો છે. જરા ઘણા બધા ફોટાઓ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ દેવ પગલી ના માતાજી પહેલી વાર પ્લેન નો સફર કરતા હોવાનું કેપ્શન માં લખ્યું છે.

દેવ પગલીએ ઘણી બધી તસવીરો શેર કરી કેપ્શન માં લખ્યું છે કે “આજે મારી મમ્મીને લઈને હું વૃંદાવન જાવ છું.”મજાની વાત તો એ છે કે આજે મારા મમ્મીને પહેલી વાર વિમાનમાં બેસવા મળ્યું છે. આજે મારી મમ્મીનું વિમાનમાં બેસવાનું સપનું પૂરું થયું છે.

હવે દેવ પગલીના ચાહકો પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને દેવ પગલીના આ કાર્યની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. બે પગલી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો તેના માતાજી સાથે પ્લેનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે તેના મામા અને મિત્રો પણ છે. તમે ફોટોમાં જોઈ શકો છો દેવ પગલી ના માતાજીના ચહેરા પર ખૂબ જ ખુશી છલકાતી જોવા મળે છે.
દેવ પગલીના ઘણા હીટ સોંગ જેવા કે “માટલા ઉપર માટલું” અને “ચાંદ વાલા મુખડા” આ ગીતો આખી દુનિયામાં પ્રચલિત બની ગયા હતા. જેના દ્વારા દેવ પગલી ની ઓળખ ગુજરાતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ખૂબ જ મોટી થઈ ગઈ હતી.