અમદાવાદની અંદર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ચાલી રહ્યો છે. પ્રમુખસ્વામી નગરના મેનેજમેન્ટ ની ચર્ચા હાલ ચારે બાજુ ચાલી રહી છે. આટલા મોટા નગરમાં આવું જોરદાર આયોજન કેવી રીતે શક્ય બને લોકોના મનમાં સવાલ ઊભા થયા છે. પ્રમુખ સ્વામી નગરનું = મેનેજમેન્ટ જોઈને મોટા મોટા મેનેજમેન્ટ કારો પણ વિચારી રહ્યા છે કે દરરોજ લાખો હરિભક્તો આ નગરની મુલાકાતે આવે છે તો દરેકની વ્યવસ્થા કેવી રીતે થતી હશે. પ્રમુખસ્વામી મહારાજ વિજ્ઞાન અને શ્રદ્ધા પર વિશ્વાસ રાખતા હતા.
પ્રમુખ સ્વામી નગરમાં મુલાકાતે આવતા હજારો ભક્તોને રહેવા માટે સારા ઉતારા ની વ્યવસ્થા, તેમના માટે ભોજન ની વ્યવસ્થા, તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા સાથે સાથે ટ્રાન્સફર પાર્કિંગ સુવિધા ઉભી કરવા માટે આખું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. ટોટલ 27 જેટલી એપ્લિકેશન દ્વારા અલગ અલગ વિભાગનો સંચાલન થઈ રહ્યું છે.

કઈ 27 એપ્લિકેશન ?
મહત્વની વાત એ છે કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ નગરમાં ગ્રીન ટેકનોલોજી એટલે કે “નો પેપર પોલીસી” અપનાવી છે. બીએપીએસ સંસ્થા ના સ્વયંસેવકો અને હરિભક્તો ની આઇટી કંપનીઓએ કુલ 27 જેટલી એપ્લિકેશન તૈયાર કરી છે. હાલ અત્યારે એપ્લિકેશન દ્વારા ઉતારા વિભાગ, સ્વયંસેવક દળ એપ્લિકેશન, નગર દર્શન એપ્લિકેશન, દર્શનાર્થી એપ્લિકેશન, જનરલ સ્ટોર એપ્લિકેશન, મેડિકલ એપ્લિકેશન, પ્રેમવતી એપ્લિકેશન, લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોફ્ટવેર, ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન, બુક સ્ટોલ એપ્લિકેશન, કિચન એપ્લિકેશન, બાળનગરી એપ્લિકેશન, યજ્ઞ એપ્લિકેશન સહિત આવી અલગ અલગ કેટેગરી ની એપ્લિકેશન દ્વારા આ વિશાળ નગરનું સંચાલન થઈ રહ્યું છે.

ઉતારા ની વાત કરીએ તો એપ્લિકેશન ની અંદર પ્રમુખસ્વામી નગરમાં આવતા ભક્તોને કઈ જગ્યાએ ઉતારો છે તેનું લોકેશન આપી દેવામાં આવે છે. તે લોકેશન પર પહોંચતા જ ત્યાં સ્વયંસેવકો હાજર હોય છે. જે તેમને રૂમ નંબર સહિત બધી જ જાણકારી આપે છે જેથી કરીને ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે. મિત્રો તમને જણાવી દઈએ પ્રમુખસ્વામી નગર વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તે એપ્લિકેશન દ્વારા મળી રહે છે.
Amazon વેરહાઉસની જેમ પ્રમુખ સ્વામી નગરના જનરલ સ્ટોર્સનું મેનેજમેન્ટ
પ્રમુખ સ્વામી નગરના જનરલ સ્ટોર્સમાં એમેઝોનના વેરહાઉસની જેમ મેનેજમેન્ટ થઇ રહ્યું છે. સોફ્ટવેર દ્વારા કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, તેની વિગતો સાથે આ સોફ્ટવેરમાં વિશાળ નગરના કોઈપણ વિભાગને જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે મંગાવી શકે છે. અને ગણતરીની મીનીટોમાં જ આ વસ્તુનો ઓર્ડર જે તે વિભાગમાં ડિલિવર કરી દેવામાં આવે છે. આટલું જ નહીં આ વિભાગને આ ઓર્ડર અંગેની ઇન્વોઈસ પણ આપવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુ જનરલ સ્ટોર્સમાં પરત આવે છે, ત્યારે તે અંગેની નોંધણી પણ સોફ્ટવેર દ્વારા જ કરવામાં આવે છે.