બોલીવુડની ફેમસ એક્ટ્રેસ મલાઈકા દરરોજ ચર્ચામાં રહે છે. અને તેની ફિટનેસ સામે દરેક સુંદરીઓ પગે પડી જાય છે. મલાઈકાની ફિટનેસ તમે કદાચ નહીં જોઈ હોય. મલાઈકાને લોકો માત્ર પાર્ટી વેરમાં જ નહીં પરંતુ જીમ વેરમાં પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

મલાઈકા અરોરા નું નામ કોઈના કોઈ કારણોસર હેડલાઇન્સ પર રહેતું હોય છે. 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા તેની તસવીરોમાં ખૂબ જ હોટ લાગે છે. ઘણા લોકો મલાઈકા તેની ફિટનેસનું રહસ્ય પૂછવા માટે સતત ટિપ્પણી કરતા હોય છે.

તમે મલાઈકાને ઘણી વખત યોગા કરતી જોઈ હશે. આ યોગા કરવા જેટલા સરળ છે તેટલા મુશ્કેલ પણ છે. આ યોગા ના કારણે પેટ પગ અને હાથની ચરબી ઝડપથી ઓછી થાય છે. ગૌમુખાસન તમારા સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે.
મલાઈકાની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય કસરત અને ખાસ કરીને યોગા છે. અભિનેત્રીએ થોડા વર્ષો પહેલા યોગા કરવાનું શરૂ કર્યું હતું. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે તેને એકવાર ઈજા થઈ હતી, ત્યારબાદ તેને યોગા કરવાની સલાહ આપવામાં આવી હતી.
મલાઈકાના મતે, ડાયટમાં શું ખાવું તેના કરતાં ક્યારે ખાવું તે વધુ મહત્વનું છે. તે દરરોજ ઉપવાસ કરે છે અને નિર્ધારિત સમય અનુસાર ભોજન લે છે. આવી સ્થિતિમાં, સાંજે 6.30 વાગ્યે, અભિનેત્રી તેના દિવસનું છેલ્લું ભોજન લે છે. આ ઉપરાંત અભિનેત્રી શાકાહારી છે.