આપણે સૌ લોકો જાણીએ છીએ કે આ દુનિયામાં માં થી મોટું કોઈ નથી. તેમનું સ્થાન કોઈ પણ લઈ શકતું નથી માં વગરનું જીવન કલ્પના કરવું અશક્ય છે. માં નો સંતાન માટેનો પ્રેમ હંમેશા અતૂટ અને અખૂટ હોય છે. આવો જ એક માની મમતા નો વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
આ વિડીયો જોઈને આપની આંખોમાં પણ આંસુ આવી જશે વાયરલ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક હાથથી માતા પોતાની રીક્ષા નો હેન્ડલ પકડી રહી છે તો બીજા હાથમાં માતા પોતાના વાહલા દીકરાને પકડી રહી છે. તેણે પોતાના બાળકને પગ અને હાથની મદદ લઈ સુવડાવી દીધો છે. જ્યારે મુસાફરો તેની રીક્ષામાં બેસે છે ત્યારે તે એક હાથથી જ પોતાની રીક્ષા ચલાવે છે.
જેથી કરીને બાળકને આરામ મળી શકે કોઈએ માતાનો અને પુત્રનો પ્રેમની ક્ષણોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી પરંતુ આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનેક લોકો પોતાની કમેન્ટ્સ દ્વારા માને ધન્યવાદ કહી રહ્યા છે. આ વિડીયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાની instagram માં શેર કર્યો હતો.
View this post on Instagram
આ જોઈને સૌ લોકો ખૂબ જ ભાવુક થયા હતા. ખરેખર આ વિડીયો જોઈને એવું સમજી શકાય કે આખી દુનિયામાં માની તુલના કોઈ કરી શકતું નથી મા વગર સમગ્ર સંસાર અધૂરો છે તેથી જ આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર આ કહેવત આ વીડિયોમાં ખુબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે.