ગુજરાતની અંદર લગભગ કોઈ એવી વ્યક્તિ નહિ હોય જે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani)ને ઓળખતું ન હોય. સર્વ ધર્મ સમાજને 5,000 થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન કરીને પિતાની ફરજ નિભાવનાર મહેશભાઈ સવાણી દેશભરમાં જાણીતા થયા છે.

ખાસ વાત તો એ છે કે મહેશભાઈ સવાણી વધુ એક વાર વિશ્વમાં ચમકવા જઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પીટીશન માનવામાં આવતા ઇન્ડિયન આઇડલ (Indion idol)માં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી ની કામગીરી નોંધવામાં આવી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ આ શો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.
19 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થનારા સ્પેશિયલ એપિસોડ “ઇન્ડિયા કી ફરમાઈશ” માં અનાથ દીકરીઓના પિતા મહેશ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અનેક ફિલ્મ હસ્તીઓની વચ્ચે મહેશ સવાણી ને જાણીતો એવોર્ડ ‘નિશાન એ ખુરશીદ’ એનાયત કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન આઇડોલ ની વાત કરીએ તો આ શોમાં જાણીતા સંગીત કલાકારો જજ બનતા હોય છે અને વિશ્વમાં સૌથી વધુ દર્શકો મેળવનાર આ શોમાં નેહા કક્કર વિશાલ દદલાણી, હિમેશ રેશમિયા, અનુ મલિક જેવા દિગ્ગજો જજ તરીકે સેવા આપતા હોય છે.