રાંચીમાં મહેન્દ્રસિંહ ધોની નારિયેળ પાણી પીતા પીતા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૂમમાં ઘૂસી ગયા અને આખી ટીમને ચોંકાવી દીધી – જુઓ વિડિયો

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ નીચે ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ ઉપર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની T 20 સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ T 20 મેચ રાંચીમાં 27 જાન્યુઆરીએ રમાશે. હાલમાં જ રોહિત શર્મા ની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમેં ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં swift કર્યું છે. ત્યારે હવે ભારતીય અને ન્યૂઝીલેન્ડ ની ટીમ રાંચી પહોંચી ચૂકી છે. આ દરમિયાન આપણા ખૂબ જ પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ એવું કર્યુ કે સૌ કોઈ ચોકી ગયા.

ધોની નારિયેળ પાણી પીતો જોવા મળ્યો
પ્રથમ ટી 20 મેચ રાંચીમાં રમાશે. જ્યાં ધોની નું ઘર છે. જ્યારે ટીમ ઇન્ડિયા રાંચીમાં પહોંચી ત્યારે ધોની પણ આ મેદાન પર પહોંચી ગયા. ટીમ ઇન્ડિયા ના ડ્રેસિંગ રૂમમાં સીધી એન્ટ્રી કરી અને સૌ કોઈને ચોંકાવી દીધા. ધોની ને જોઈ ખેલાડીઓ ખૂબ જ ખુશ અને આચાર્ય પામ્યા. તમામ ખેલાડીએ ખૂબ જ મજાક મસ્તી કરી અને આ દરમિયાન ધોની નારિયેળ પાણી પીતો જોવા મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીની એન્ટ્રી વાળો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોની અંદર ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શુભ મંગનિલ અને સૂર્યકૂમાર યાદવ ધોનીને વાતો કરતા નજરે પડી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ રાંચી ઈશાન કિશન નું પણ હોમ ગ્રાઉન્ડ છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરિઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ સુકાની), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *