સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ ભયાનક વિડીયો સામે આવ્યો છે. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જે જોઈને તમારૂ હૃદય ધ્રુજી જતું હોય છે અને અમુક એવા વિડિયો જોયા હશે જે જોઈને તમારા શ્વાસ અધર થઈ જાય. હાલ સોશિયલ મીડિયા પર મગજનો એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે મગરની સામે જવાની હિંમત નહીં કરો.
આમ તો મગજ નું નામ પડે એટલે ભલભલા લોકોને પરસેવો વળી જાય. હાલે એવો વીડિયો આવ્યો છે જેમાં એક નાનો બાળક મગરથી ભરેલા ઝૂંડમાં પાણીની અંદર કૂદી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો એક પુલની અંદર ઘણા બધા મગર જોવા મળી રહ્યા છે. આ આટલા બધા મગજના ઝુંડમાં એક બાળક ઊભેલો જોવા મળે છે.
આવા ખતરનાક મગરને જોઈને બાળક ડરવાની જગ્યાએ મગરથી ભરેલા પાણીમાં કૂદી જાય છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે મગર બાળકનો શિકાર કરવાની જગ્યાએ તેની સાથે રમત રમવા લાગે છે. પાણીની અંદર મગર બાળકને જરાક પણ નુકસાન પહોંચાડતા નથી અને બાળક કોઈ પણ પ્રકારના ડર વગર આરામથી અંદર તરી રહ્યો છે. બાળકની આજુબાજુ એટલા મગર છે કે તમે ગણી ન શકો.
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર @criancafazendoM નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 458.8 K કરતા વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.