જુઓ કેવું છે કમાનુ ઘર! કમાના માતા પિતાએ કિર્તીદાન ગઢવી વિશે શું કીધું ?

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કમાને તો તમે જાણતા જ હશો. કમાભાઇને દરેક પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ કીર્તિદાન ગઢવી પણ ડાયરામાં કમાનુ સ્વાગત કરે છે. કમાની પહેલી ફરમાઈશથી રસીયો રૂપાળો ઘેર જવું ગમતો નથી ગીત ગાવામાં આવ્યું હતું. હજારની નોટોથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

એવું નથી કે બુદ્ધિ હોય તો જ આગળ વધી શકાય જો સારા માણસનો સાથ મળી જાય તો આપોઆપ બુદ્ધિ આવી જ જાય છે. આવું જ કંઈક કમાભાઈ સાથે થયું હતું તેમનું નસીબ અચાનક ઉઘડી ગયું અને ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં તેમનું નામ ચર્ચા માં આવી ગયું છે. જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ કમો કમો છવાયેલું છે. શું તમે કમાવાનું ઘર જોયું છે? કમાના માતા-પિતા કિર્તીદાન ગઢવી વિશે શું કહ્યું તેની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ.

કમો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો રહેવાસી હતો. કમાના ગામમાં આવેલ સંત શ્રી વજા ભગતના રામ રોટી આશ્રમમાં રહે છે. પૂજ્ય ભગતની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના પ્રખ્યાત થયેલા એવા કિર્તીદાન ગઢવી નો ડાયરો પણ હતો. કિર્તીદાન ગઢવી ના ડાયરામાં નાનપણથી જ મંદબુદ્ધિ ધરાવતો કમો હાજર રહેતો અને આનંદથી નાચી ઊઠતો હતો. આ ડાયરામાં કમાએ એક એવો ડાન્સ કર્યો કે એ વિડીયો એટલો વાયરલ થયો અને કમો તો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. હવે કોઈ કાર્યક્રમ થાય તો ત્યાં કમાવાની હાજરી પાકી જ હોય.

https://youtu.be/HSqTdbAIEVo

એક ઇન્ટરવ્યૂમાં તેના માતા પિતા કિર્તીદાન ગઢવી વિશે કહે છે કે કમો પહેલેથી જ દિવ્યાંગ હોવાથી તે ઘરમાં નથી રહેતો અને તેના વગર આલીશાન અને વૈભવશાળી ઘર પણ સુનું લાગે. વીડિયોમાં તમે જોઈ શકો છો કમાનુ ઘર કેવું છે અને કમો ફેમસ થઈ ગયો પરંતુ કોઠારીયા ગામના લોકોના મોઢે લોકપ્રિય પણ બની ગયો.

કમાએ હાલ ઘણા મોટા મોટા કાર્યક્રમોમાં હાજરી આપી છે. તેને લગ્ન કરવા નથી કારણ કે લગ્ન કરે તો તેને કામે જવું પડે. આવી લોકપ્રિય વાતો કરી કમાનું જીવન આજે ખૂબ જ સારું એવું બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *