અમદાવાદ શહેરના સરદાર બ્રિજ પર લાઈટો લગાવીને બ્રિજને શાનદાર બનાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર ની લાઈટો ની કિંમત સાત લાખ રૂપિયા હતી.
અહેવાલ મુજબ સરદાર બ્રિજ પરથી લાઇટો ની ચોરી નિલેશ વસાણી નામના વ્યક્તિએ નોંધાવી છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી સરદાર પર ડેકોરેશન માટે લાઇટો લગાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
એફઆઇઆર માં જણાવ્યા મુજબ વસાણીના કામદારોને એક સપ્ટેમ્બરે સરદાર બ્રિજની લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. અને વધુમાં જાણવા મળ્યું કે બ્રીજના થાંભલા ઉપરની લાઈટો, કેબલ અને કંટ્રોલ સિસ્ટમ બધું જ ગાયબ થઈ ગયું છે.
જાણવા મળી રહ્યું છે કે 30 ઓગસ્ટના રોજ સરદાર બ્રિજ પરની લાઈટો અને લાઇટોની કંટ્રોલ સિસ્ટમ એક સાથે બધું જ ગાયબ થઈ ગયું હતું. આ ચોરીની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એક સપ્ટેમ્બર ના રોજ મળી હતી. અને નિલેશ વસાણીએ લાઈટ ની ચોરી અંગે 17 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી.
પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. બ્રિજની લાઈટો ની ચોરી કરવા પાછળ કોણ કોણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.