ઘણા લોકો એવા છે જે કોઈક ના કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા છે. જેમકે રાનું મોડલ, બાબા કા ઢાબા સહિતના ઘણા લોકો છે જેને સોશિયલ મીડિયાએ વિશ્વભરમાં જગ મગાવી દીધા છે. ત્યારે આવો જ એક ગુજરાતી યુવા કમાભાઈના નામે પ્રખ્યાત ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. જો તમે કમાને નથી ઓળખતા તો પહેલા તેનો આ વિડીયો જોઈ લો.
સુરેન્દ્રનગર જિલ્લાનો કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ખૂબ જ ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેનમાં આવતા જ લાખો લોકો તેના ફેન બની ગયા છે. તેને જોવા માટે ભીડ ઉમટી પડે છે અને તેને જોઈને સૌ કોઈ ચોકી જાય છે. શું તમને ખબર છે કમાભાઈ અચાનક કેટલા ટ્રેન્ડમાં કઈ રીતે આવ્યા? આ આખો શ્રેય લોક કલાકાર કિર્તીદાન ગઢવી ને જાય છે. કારણ કે કમો કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી ફેમસ થયો હતો. આજે તે કમાથી કમાભાઈ બની ગયો છે.
કમાભાઈ હાલ કિંજલ દવે સાથે જોવા મળ્યા હતા. જેમાં તે “હા મોરલો” નામના ગીત પર મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે. મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કિંજલ દવે આ ગીત ગાય રહી છે અને કમો બે હાથ વડે મોરની એક્શન કરી રહ્યો છે. આ વિડીયો કમા ના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. આ ગીત પણ એવું છે જે સાંભળીને કોઈપણ વ્યક્તિ નાચવા લાગે.
આ પ્રોગ્રામમાં આજુબાજુના લોકો પણ ખૂબ જ મોજ મસ્તીમાં જોવા મળી રહ્યા છે. આમ પણ કમો હોય ત્યાં મોજે મોજ જ હોય. કમાએ તેનો પહેલો પ્રસંગ કિર્તીદાન ગઢવી સાથે કર્યો હતો અને તેના ડાયરામાં જ તે ફેમસ થયો હતો. કહેવાય છે કે કિર્તીભાઈએ કમલેશ નો હાથ જાલ્યો અને કમાના નસીબ બદલાઈ ગયા.