સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલ ઉંમર વર્ષ 24 જે હિન્દુ તળપદા કોળી પટેલ સમાજ નો યુવાન જેમનું હૃદય અને કિડની 17 માર્ચના રોજ દાન કરવામાં આવેલું હતું. સુરત થી ડોનેટ લાઈફ દ્વારા હૃદયના દાનની 45મી ઘટના જ્યારે ફેફસાના દાનની 15મી ઘટના છે. ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસા, લીવર, કીડની અને ચક્ષુઓનું સાત વ્યક્તિઓને દાન કરી સમાજને નહીં પરંતુ આખા ભારત દેશમાં માનવતા દર્શાવી અને સમાજ પ્રત્યે વ્યક્તિનું નું કર્તવ્ય શું છે તેની મહેક ફેલાવી ને નવી દિશા બતાવી.

શૈશવનું હૃદય કોસંબા ના રહેવાસી 22 વર્ષ યુવક ને દાન કરવામાં આવ્યું. જેની સર્જરી મહાવીર હોસ્પિટલમાં થઈ હોવાનું જાણવામાં આવે છે. જોકે ફેફસાનું દાન 40 વર્ષ મહિલા જે હાલ અમદાવાદમાં રહે છે તેનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની જ કેડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું. હાલ જાણવામાં આવે છે કે શૈશવની કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની જ હોસ્પિટલમાં કરવામાં આવશે જ્યારે લીવર નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે.

આ પૂરી બાબતમાં સુરત શહેર પોલીસ ની કામગીરી આવકાર્યજનક છે. સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડર બનાવવામાં આવ્યા હતા. જેથી કરીને શૈશવની લીવર અને કિડની સમયસર અમદાવાદની કેડી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. શૈશવનું અંગદાન કર્યા બાદ ડોનેટ લાઈફ સંસ્થાને દેશ અને વિદેશના કુલ 1000 વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

શૈશવનું અંગદાન કર્યા બાદ ડોનેટ લાઈફ સંસ્થાને દેશ અને વિદેશના કુલ 1000 વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. જોકે આ બાબતની પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અને ત્યાંના ડોક્ટરોએ નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેનહેમરેજ અને મગજમાં સોજો હોવાનું જાણ કર્યું હતું. પરંતુ પરિવારજનોને વધુ ચિંતા થતા સુરતમાં આવેલ એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ મગજમાં વધુ સોજો હોવાથી શૈશવનું મગજનું ઓપરેશન કરવું પડે એમ હતું.

પરંતુ સારવાર દરમિયાન ઓપરેશન પહેલા જ 15 માર્ચના રોજ રાત્રે બે કલાકે હૃદય બંધ થઈ જતા એને હૃદય મસાજ આપીને હૃદયને પાછું ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 17 માર્ચના રોજ ન્યુરોસર્જન ડોક્ટર મૌલિક પટેલ અને ફિઝિશિયન ડોક્ટર રાજેશ રામાણી જ્યારે કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર હિતેશ વેકરીયા અને મેડિકલ ઓફિસર ડોક્ટર દક્ષા કટારીયા ના જાણાવીયા અનુસાર બ્રેન્ડેડ જાહેર કર્યો.

શૈશવની બહેન નિધિએ ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલે વાલા નો ટેલીફોનિક સંપર્ક કરી શેષાવના ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બાબતની ડોનેટ લાઈફની ટીમને જાણ થતા જ તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શેશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, બહેન નિધિ તેમજ શૈશવના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે શૈશવના ઇલેક્ટ્રોલાઇટ નોર્મલ ન હોવાને કારણે એપ્નિયા આ ટેસ્ટ થઈ શકતો નથી. ‘એપ્નિયા’ આ ટેસ્ટ એ છે જે બ્રેઈન ડેડ ડિકલેરેશન એન્ડ કમિટી દ્વારા કરવામાં આવેલ છે.

શૈશવના માતૃશ્રી મનીષા બેને પણ આવકાર્ય જનક કામ કર્યું. આવી સ્થિતિમાં પણ પોતાના હૃદય પર પથ્થર મૂકીને જણાવ્યું કે શૈશવના જેટલા પણ અંગોનું દાન થઈ શકે તેટલા અંગોનું દાન કરાવજો શરીર રાખ જ થઈ જવાનું છે ત્યારે તેના અંગદાન થી કોઈકના લાડકવાયા ને નવું જીવન મળશે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા ફેફસા અમદાવાદની કેડી હોસ્પિટલ અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પિટલ ને ફાળવવામાં આવી જ્યારે હૃદય મહાવીર હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યું.

કોસંબાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં શૈશવનું હૃદય મહાવીર હોસ્પિટલ સુરત ખાતે ટ્રાન્સ પ્લાન્ટ કરી નવું જીવન આપવામાં આવ્યો. 276 કિલોમીટરનું અંતર ફક્ત 100 મિનિટમાં કાપી દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનો ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કેડી હોસ્પિટલમાં અમદાવાદ રહેવાસી 40 વર્ષ મહિલામાં ડોક્ટર સંદીપ અતાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો. માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ પુણ્યનીષ્ઠ સ્વ. શૈશવ ગીરીશભાઈ પટેલ ના પરિવારના પિતાશ્રી ગિરીશભાઈ, માતૃશ્રી મનીષાબેન અને બહેન નિધિ ના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.