કિંજલ દવે હાલ તેમના પરિવાર સાથે પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવની મુલાકાત પર આવી છે. આ મહોત્સવમાં રોજના લાખો લોકો મુલાકાત લેવા આવતા હોય છે અને આ મહોત્સવમાં વિશ્વ કક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં ભાગ લેવા માટે લગભગ ત્રણ લાખ જેટલા NRI પણ આવ્યા છે. દેશના લાખો લોકો આ મહોત્સવને નિહાળશે જેમાં નેતા અભિનેતાઓ બિઝનેસમેન ઘણા કલાકારો તમને જોવા મળશે. ત્યારે હાલમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવી છે. મુલાકાત લેવા કિંજલ દવે એકલી નહીં પરંતુ તેમના આખા પરિવાર સાથે પહોંચી હતી. જેની તસવીરો તેના પિતા લલિત દવે દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી.

કિંજલ દવે તેના માતા પિતા સાથે અક્ષરધામ સામે ઊભા રહીને તસવીરો ખેંચાવી છે. આ ઉપરાંત બીજી તસવીર લલિત દવે દ્વારા શેર કરવામાં આવી હતી. લલિત દવે એ ખૂબ જ સરસ અને સુંદર કેપશન પણ લખ્યું છે.
કિંજલ દવે મહોત્સવ ની મુલાકાત લેતા એક વીડિયો શેર કર્યો જેમાં તે કહે છે કે “આપણે માતાજીને માનતા હોય કે શિવજીને માનતા હોય કે પછી કોઈ ક્રિશ્ચિયન હોય કે કોઈ મુસ્લિમ હોય પણ ખરેખર વિશ્વ એક માળો છે” વસુદેવ કુટુંબ અહીંયા કોઈ ધર્મના કે જાતિના લોકોને માટે આ નથી.