સોશિયલ મીડિયામાં ટ્વિટર પર વિરાટ કોહલી ના હાલમાં પાંચ કરોડ ફોલોવર્સ થઈ ગયા છે. વિરાટ કોહલી સૌથી વધુ ફોલોવર્સ ધરાવનાર ક્રિકેટરમાં સામેલ થઈ ગયો છે. જોવા જઈએ તો આટલા ફોલોવર્સ કોઈ ક્રિકેટરના નથી. આ મામલે કોહલી સચિન તેંડુલકરને પહેલા જ પાછળ છોડી ચૂક્યો છે. આ પ્લેટફોર્મ પર સચિનને 3.7 કરોડની ફેન ફોલોવિંગ હતી.
કોહલીને કયા પ્લેટફોર્મ પર કેટલા ફોલોવર્સ છે.
સોશિયલ મીડિયામાં હવે વિરાટ કોહલી ના ટોટલ 31 કરોડ ફોલોવર્સ થઈ ચૂક્યા છે. જેમાં instagram ના 21.1 કરોડ અને facebook ના 4.9 કરોડ યુઝર પણ સામેલ થાય છે.

હાલમાં કોહલી ટ્વિટર પર સૌથી વધુ ફોલોવર્સ ધરાવનાર દુનિયાનો ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં રોનાલ્ડો પહેલા સ્થાન પર છે. રોનાલ્ડોને દસ કરોડ યુઝર્સ ફોલો કરે છે. તેના પછી નેમાર નો નંબર આવે છે જેને 5.79 કરોડ ફોલોવર છે. અને ત્રીજા નંબરે બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સ જેને 5.22 કરોડ ફેન ફોલોવિંગ છે.
Instagram પર 21 કરોડ ફોલોવર્સ
વિરાટ કોહલી ના instagram માં 21 કરોડ ફોલોવર્સ આ વર્ષે જૂનમાં થઈ ચૂક્યા હતા. હવે તે instagram પર પણ સૌથી વધુ ફોલોવર ધરાવનાર ક્રિકેટર છે. હવે વિરાટ કોહલી ને 21.1 કરોડ ફોલોવર્સ છે. Instagram પ્લેટફોર્મ પર તે ત્રીજા નંબર પર આવે છે.
1020 દિવસો પછી ફટકારી સેન્ચ્યુરી
વિરાટ કોહલી એશિયા કપમાં 1020 દિવસ પછી આઠ સપ્ટેમ્બરે સેન્ચ્યુરી આવી હતી. અફઘાનિસ્તાન સામે ૨૦૦ ની સ્ટ્રાઈક રેટથી 122 રન બનાવ્યા હતા. કોહલીની ટી-20 ઇન્ટરનેશનલ માં પહેલી સેન્ચ્યુરી હતી. ત્રણ વર્ષથી હાઉસ ફોર્મ માં ચાલી રહેલો વિરાટ કોહલી એશિયા કપમાં ફોર્મમાં જોવા મળ્યો. કોહલી હાલમાં વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે.