જાણો લોકપ્રિય કથાકાર જીગ્નેશ દાદા ની કેવી હતી પરિસ્થિતિ અને હાલ માં તેમના પરિવાર સાથે કેવું જીવી રહ્યા છે જીવન

જીગ્નેશ દાદા એ દરેક લોકોના દિલમાં એક અનોખુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં કથા ચેનલમાં તેમના લાઈવ પ્રોગ્રામ આવે છે તેમના ભજન અને કાર્યક્રમ લોકોએ ખૂબ પસંદ કર્યા છે.

નાની ઉંમરમાં જ તે ગીત અને ભજનનો ખૂબ મોટો શોખ ધરાવતા હતા એમના વિશે વધુ જાણીએ તો તેમનો જન્મ 25 માર્ચ 1986 ના રોજ અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયાબેન છે અને તેમને એક બહેન પણ છે.

જીગ્નેશ દાદા ના બાળપણ વિશે જાણવા જઈએ તો જીગ્નેશ દાદા ના પરિવારની સ્થિતિ ખૂબ જ નબળી હતી અને તેમને અભ્યાસમાં ખૂબ રુચી હોવાના કારણે તેમણે એરોનોટિકલ નો અભ્યાસ પણ કર્યો હતો પણ વધારે રસપ્રદ વિષય તેમનો ભજન અને કીર્તન હોવાથી તેમના અભ્યાસમાં પણ ધ્યાન ન આપ્યું હતું. જીગ્નેશ દાદા એ ગુજરાતમાં જ તેમની સ્નાતક કક્ષાનું શિક્ષણ પૂરું કર્યું હતું જીગ્નેશ દાદા હાલમાં સુરત ખાતે રહે છે.

તેમની કથા વાર્તા માત્ર સુરતમાં જ નહીં પણ ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલી રહી છે. જીગ્નેશ દાદા ના ખુબ જ સુંદર ભજનો એ લોકોના દિલમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી આ ભજન આખા ગુજરાતના દિલમાં રાજ કરી રહ્યું છે અને ખૂણે ખૂણે તેમને દિલ જીત્યું છે. તેમનું માત્ર એક ભજન જ નહીં પણ ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે તાળી પાડો તો મારા રામની અને મુજ દ્વારેથી ઓ પંખીડા ભજનો એ પણ ગુજરાતમાં લોકપ્રસિદ્ધિ મેળવી છે.

દાદા ની કથા નો હેતુ એક સંસ્કારિ સમાજ સ્થાપવાનો અને ભારતમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો નાબૂદ કરવાનો પ્રયત્ન છે. દાદા એક ભાગવત કથાકાર છે અને સામાજિક કાર્યમાં પણ હંમેશા આગળ રહ્યા છે બાળક અશિક્ષિત ન રહે તે હેતુથી ફી ચૂકવવા સક્ષમ ન હોય તેવા બાળકો માટે શાળા ખોલીને દરેક બાળકોને મફત શિક્ષણ આપવાની પણ જીગ્નેશ દાદા ની એક ઈચ્છા છે.

દાદાએ મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરવી તો અત્યાર સુધીમાં જીગ્નેશ દાદા એ સૌથી વધુ કથાઓ કરી છે અને 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે જીગ્નેશ દાદા ની કથા વાર્તા અને ભજન કીર્તન માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના ખૂણે ખૂણે ખૂબ પ્રસિદ્ધ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *