જાણો લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી એ કેવી રીતે મેળવી પ્રસિદ્ધિ અને કેવો છે તેમનો પરિવાર

કિર્તીદાન ગઢવી નો જન્મ 23 ફેબ્રુઆરી 1975 ના રોજ ગુજરાતના આણંદ જિલ્લાના નાનકડા ગામ વાલવોડમાં થયો હતો. ગઢવી માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના લોકપ્રિય ગાયક છે. કિર્તીદાન ગઢવી લોકગીતો ગઝલ ગીતો અને ડાયરા ના કાર્યક્રમ માટે ખૂબ જાણીતા છે.

કિર્તીદાન ગઢવીના અભ્યાસ વિશે જો વાત કરીએ તો કિર્તીદાન ગઢવીએ 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો.

બાદમાં વર્ષ 1995માં સંગીતમાં રુચિ હોવાને કારણે વડોદરા ની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ફોર્મિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. તેમને ઉચ્ચ કોટીના સંગીત તજજ્ઞ પાસેથી સંગીતના સારેગમ પર શીખ્યા હતા. બાદમાં સિહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી.

કિર્તીદાન ગઢવી ના પરિવાર વિશે જો વાત કરીએ તો તેમના પિતાનું નામ સમ્રાટદાન ગઢવી છે. કિર્તીદાન ગઢવી ની પત્ની નું નામ સોનલ ગઢવી છે. કિર્તીદાન ને બે પુત્રો છે, તેમના નામ કૃષ્ણ ગઢવી અને રાગ ગઢવી છે. તેમના લોકપ્રિય ગીતો જેવા કે લાડકી ગોરી રાધા ને કાળો કાન, મોગલ છેડતા કાળો નાગ સાયબો ગોવાળિયો વગેરે જેવા ગીતો ખૂબ લોકપ્રિય છે. તેમનું લોકોના દિલમાં એક અનોખું સ્થાન છે.

કિર્તીદાન ગઢવી એ રાજકોટ મોરબી સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકસંગીત અને ડાયરા ના કાર્યક્રમો કરી બાદ તેઓ રાજકોટમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. કિર્તીદાન ગઢવી પોતાના સંગીતથી તમામ યુવાનોના દિલમાં લોક ચાહના મેળવી છે. ડાયરો અને ભજનો દરેક માનવીઓના દિલમાં સદાય માટે ધબકતો રહેશે તેવું તેમનું માનવું છે. કિર્તીદાન ગઢવી નું લાડકી સોંગ એ ખૂબ ધૂમ મચાવી હતી અને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. કિર્તીદાન ગઢવી ની જો સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ અંદાજે અધધધ જેટલી છે.

કિર્તીદાન ગઢવી સમાજ સેવાના કાર્યોમાં પણ હંમેશા આગળ રહ્યા છે તેમાં ગાયોની સેવા દીકરા દીકરીઓને શિક્ષણ અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન દ્વારા સમાજમાં એક અલગ મીશાલ ઊભી કરી છે અને લોકોને સમાજસેવા પ્રત્યે પ્રેરિત કર્યા છે આવા જ કાર્યો ના કારણે કિર્તીદાન ગઢવી લોકોને ખૂબ પ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *