કિંજલ દવે ખજૂર ભાઈના ઘરે ગયા અને પકડ્યા તેમના પગ, ખજુરભાઈએ કહ્યું આજથી કિંજલ દવે મારી…

ગુજરાતના ફેમસ કલાકારો કોઈના કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ એક કલાકાર એવા છે જે તેના વિડીયોના કારણે નહીં પરંતુ તેના કામના કારણે આખું ગુજરાત તેને જાણે છે. અમે વાત કરી રહ્યા છે લોકોના લાડીલા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ.

ખજુરભાઈએ શરૂઆતમાં પોતાના કોમેડી વિડિયો દ્વારા ખૂબ ધૂમ મચાવી હતી. તેમણે youtube પર જીગલી ખજૂર નામની ચેનલ બનાવી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા. તેમણે ઘણા સેવાના કામ કર્યા છે જેના કારણે તે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે હાલ નીતિન જાનીને મળવા માટે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના પરિવાર સાથે ખજૂર ભાઈના ઘરે પહોંચી છે.

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કિંજલ દવે ગુજરાતનું એક મોટું નામ કહેવાય છે. તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. કિંજલ દવેનું જીવન ખૂબ જ સામાન્ય છે. વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે અને ચાહકોને પણ ખૂબ જ પસંદ આવે છે.

બંને કલાકારો એકબીજાને ભેટી રહ્યા છે. એક ફોટામાં તમે જોઈ શકો છો કિંજલ દવે ખજૂર ભાઈ ના આશીર્વાદ લે છે અને પછી ખજૂર ભાઈ પણ કિંજલ દવેના આશીર્વાદ લે છે. આવી રીતે મજાક મસ્તી કરતા ફોટા હાલ ખજૂર ભાઈએ instagram પર શેર કર્યા હતા.

ખજૂર ભાઈ અને કિંજલ દવેની આ તસ્વીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. લોકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ફોટામાં તમે જોઈ શકો છો ખજૂર ભાઈ કિંજલ દવે ને આંગળીના ઈશારે કંઈક કહેતા હોય તેમ લાગી રહ્યું છે. અન્ય એક તસવીરમાં નીતિન જાની અને તરુણ જાની સાથે કિંજલ દવે તેના પિતા લલિત દવે અને ભાઈ આકાશ દવે સાથે પોઝ આપી રહ્યા છે.

ખજૂર ભાઈ ને ઘરે કિંજલ દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફોટોમાં તમે જોઈ શકો છો કિંજલ દવે અને તેના પિતા હાર પહેરેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં કિંજલ દવેનો પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.

હાલ થોડા સમય પહેલા જ ખજૂર ભાઈએ મીનાક્ષી દવે સાથે સગાઈ થઈ હતી. જેના ફોટા પણ હજુ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં ખજૂર ભાઈ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ દ્વારા લાગી રહ્યું છે કે મીનાક્ષી દવે અને કિંજલ દવે વચ્ચે પારિવારિક સંબંધો હોઈ શકે છે.

નિતીન જાનીએ કેપ્શન માં લખ્યું હતું કે મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે આવ્યો પરંતુ તે હવે મારી સાળી છે. આ સાથે ખજૂર ભાઈએ તેમની થનારી પત્ની મીનાક્ષી દવે અને લલિત દવે, આકાશ દવેને પણ પોસ્ટમાં મેન્શન કર્યા છે.

આ પોસ્ટને હજુ થોડું સમય થયો છે અને ચાહકોને એટલી પસંદ આવી કે હજારોની સંખ્યામાં લોકો લાઈક કરી ચૂક્યા છે. સાથે સાથે કોમેન્ટમાં પણ વરસાદ કર્યો છે. આ ફોટા જોઈને લોકો પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *