કિંજલ દવે સગાઈ તૂટ્યા પછી ગરબા લેતા લેતા પાવાગઢ દર્શન કરવા પહોંચી… કહ્યું “જ્યાં સુધી પવન જોશી…”

ગુજરાતમાં ગરબા કિંગથી ફેમસ સિંગર કિંજલ દવેને તમે સૌ જાણતા હશો. હાલમાં જ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવેના લાખો ફેન્સને એક મોટો આંચકો લાગ્યો છે. કિંજલ દવે તેના બાળપણના ફ્રેન્ડ પવન જોશી સાથે સગાઈ કરી હતી પરંતુ હવે અચાનક કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ ચૂક્યા છે.

પાટણની રહેવાસી આ કિંજલ દવેનું નામ કોઈનાથી પણ અજાણ્યું નથી. ગુજરાતી ગીત “ચાર ચાર બંગડી વાળી ગાડી” થી રાતો રાત ફેમસ થઈ ગઈ હતી હાલ તે અમદાવાદમાં રહે છે. મોટા મોટા ગરબા લગ્ન ગીત ડાયરા વગેરે જગ્યા પર ધૂમ મચાવે છે અને લાખો ફ્રેન્ડ્સ બનાવી ચૂકી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કિંજલ દર વર્ષે 200 થી વધારે કાર્યક્રમો કરે છે. અંદાજે તે એક કાર્યક્રમ એક લાખ રૂપિયાથી બે લાખ રૂપિયા વસૂલ કરે છે. સુંદર ગાયિકા કિંજલ દવે તેની સગાઈ તૂટવાના કારણે હાલ ખૂબ જ ચર્ચામાં છે. કિંજલ હજુ સુધી નિવેદન નથી આપ્યું પરંતુ હવે તેના પ્રોફેશનલ જીવનમાં ફરીથી કમબેક કરી ચૂકી છે અને એક્ટિવ થઈ ગઈ છે.

પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને પહોંચી હતી. આજે ગુરુવારના દિવસે કિંજલ દવે પોતાના કામ માટે પાવાગઢ આવી હતી. ત્યાંથી તે મહાકાળીના દર્શન માટે પહોંચી જ્યાં તેને ગબ્બર પર બિરાજતા મહાકાળી માતાજીના ચરણમાં માથું ટેકવ્યું. મંદિરમાં કિંજલ દવે ખુશખુશાલ જોવા મળી હતી.

કિંજલ દવે માતાજીને ફૂલોનો થાળ પણ ધરાવ્યો. આ દરમિયાન તે જાણતા ઝુમતા માતાજીના દર્શન કરવા પહોંચી હતી. આ મુલાકાતને કિંજલ દવે જણાવ્યું કે પાવાગઢમાં કોઈ ડોક્યુમેન્ટરી ના શૂટિંગ માટે આવી હતી અને અહીં માતાજીના દર્શને પહોંચી.

કિંજલ દવે વધુમાં જણાવ્યું કે મારા માટે માતાજીના દર્શન કરવાની તક મળવી એ પણ ભાગ્યની વાત કહેવાય. માતાજીના આશીર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી. જ્યારે સોશિયલ મીડિયામાં પાવાગઢમાં કિંજલ દવેની મુલાકાતથી તસવીરો અને વિડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. બંને વચ્ચે જબરદસ્ત બોર્ડિંગ પણ હતી. બંને કોઈ પણ તહેવારે વિવિધ પ્રસંગો ઉપરાંત પ્રવાસ દરમિયાન બંને સારો સમય પણ પસાર કરતા હતા. સોશિયલ મીડિયા પર તેઓ પોસ્ટ પણ કરતા હતા અને સગાઈ તૂટ્યા પછી સોશિયલ મીડિયામાંથી એકબીજા સાથેની તસવીરો પણ ડીલીટ કરી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *