ગુજરાતમાં કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર હાલ ખૂબ ચર્ચામાં છે. કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી. બાળપણમાં બંને મિત્રો હતા અને તેની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. કિંજલ દવે ના ભાઈ આકાશની સગાઈ પવનની બહેન સાથે નક્કી થઈ હતી અને પવનની સગાઈ કિંજલ સાથે. પાંચ વર્ષ પછી આ સગાઈ તૂટી ગઈ છે.

કિંજલ દવે હવે સગાઈ તૂટવાની વાતને સ્વીકારીને પાછી તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર તે અલગ જ લુકમાં જોવા મળી છે. પહેલા ની જેમ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી રહી છે. લોકો તેના ફોટા ને પસંદ પણ કરી રહ્યા છે. કહેવાય કે કિંજલ દવે ફરી એકવાર તેના અસલી રૂપમાં આવી ગઈ છે.

સગાઈ તૂટવાની ખબર બાદ પવને પોતાનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું હતું. જ્યારે કિંજલ એ પોતાનો એકાઉન્ટ પરથી પવન સાથેની બધી જ તસવીરો હટાવી દીધી. આ ઘટના ને લઈને ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો. હાલમાં જ કિંજલ દવે સગાઈ વિશેની વાત કર્યા વગર એક એવી પોસ્ટ મૂકી છે જેના કારણે કિંજલ દવેની હિંમત ની પ્રશંસા કરવાનું મન થાય.

પાટણની રહેવાસી આ કિંજલ દવેનું નામ કોઈનાથી પણ અજાણ્યું નથી. ગુજરાતી ગીત “ચાર ચાર બંગડી વાળી ગાડી” થી રાતો રાત ફેમસ થઈ ગઈ હતી હાલ તે અમદાવાદમાં રહે છે. મોટા મોટા ગરબા લગ્ન ગીત ડાયરા વગેરે જગ્યા પર ધૂમ મચાવે છે અને લાખો ફ્રેન્ડ્સ બનાવી ચૂકી છે.

માત્ર 20 વર્ષની ઉંમરે કિંજલ દવે પોતાની પ્રતિભાથી ગુજરાતમાં પોતાનું નામ બનાવ્યું. કિંજલ દવે ના પિતા લાલજીભાઈ દવે ખૂબ જ નજીક હતા અને તેનું ઉપનામ કાનજી છે. તેણે તેના બોયફ્રેન્ડ પવન જોશી સાથે 18 મી એપ્રિલ 2018 ના રોજ સગાઈ કરી હતી. મિત્રો તમને જણાવી દે કિંજલ દવે એક સ્ટેજ પરફોર્મન્સ માટે એક લાખથી 2000 રૂપિયા વસૂલ કરે છે.

કિંજલ દવેના ગીત youtube પર રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. વિડીયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે અને તેના દિન પ્રત્ય દિન વૃદ્ધિ થતી જાય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પ્રોગ્રામ કરવાના જાદુ કરી રહી છે. કહેવાય છે કે તેને એક અલગ જ આકર્ષણ ઊભું કરી દીધું છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે. જો કિંજલ દવેનો કોઈ પ્રોગ્રામ કરવો હોય તો તે એકથી બે લાખ ફી વસૂલ કરે છે.