ગુજરાતમાં ગરબા કિંગ કહેવાથી કિંજલ દવે ને તો તમે ઓળખતા જ હશો. થોડા સમય પહેલા જ કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે તૂટી છે. આ સમાચાર સાંભળતા જ કિંજલ દવેના ચાહકોને ઝટકો લાગ્યો હતો. કિંજલ દવે ની સગાઈ 5 વર્ષ પહેલા થઈ હતી અને. આ સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ત્યારે હાલ કિંજલ દવે એક ડાયરામાં સગાઈ તૂટ્યા પછી એવું સોંગ ગાય છે કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કિંજલ દવે જણાવ્યું હતું કે આ ગીત હું મારી જિંદગીમાં પહેલીવાર ગાઉં છું. ગીત સાંભળીને સૌ કોઈ ચોકી ગયા હતા. કિંજલ દવેએ “કોઈને પ્રેમ ન કરાય કોઈને દિલ ના દેવાય” ગીત ગાયું હતું.

મિત્રો શું તમને ખબર છે કિંજલ દર વર્ષે 200 થી વધારે કાર્યકર્મો કરે છે. તે પોતાના કાર્યક્રમ માટે અંદાજે 1 લાખ ફી વસૂલ કરે છે. ત્યારે હાલ કિંજલ દવેની સગાઈ તૂટતા જ તેને ડાયરામાં આ ગીત ગાયું હતું અને સોશિયલ મીડિયા પર હાલ આ ગીત ખુબ જ વાયરલ થઈ ગયું છે. લોકો આ ગીત પર અલગ અલગ પ્રકારની કોમેન્ટો આપી રહ્યા છે.

આ ગીત વાયરલ થતાં જ પવન જોશીને લોકો ટ્રોલ કરી રહ્યા છે. કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. પવન જોશી ની બહેન કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી ગઈ. કિંજલ દવે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં લાખો લોકોના દિલમાં રાજ કરી ચૂકી છે. તેમ છતાં તેની સગાઈ તૂટવા પાછળનું કારણ માત્ર આટલું જ હતું.
કિંજલ દવેનું આ ગીત youtube પર શેર કરવામાં આવ્યું હતું. આ ગીતને જોઈને લોકો કહી રહ્યા છે કે “આ બધું પહેલા વિચારવું જોઈએ”. ઘણા યુઝરો કિંજલ દવે ની વાહ વાહ કરી રહ્યા છે. હાલ આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.