ગુજરાતમાં સૌ કોઈના લોકપ્રિય ખજૂર ભાઈનું નામ આજે ખૂબ જ ગર્વથી લેવામાં આવે છે. નિતીન જાનીએ પોતાના એવા સેવાના કાર્યો કર્યા છે જેનાથી તેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે. તેમને અત્યાર સુધીમાં હજારો લોકોને નવા ઘર બનાવી નવું જીવન આપ્યું છે. ખજૂર ભાઈ ની માનવતા લોકોના હૈયે વસી ગઈ છે.
ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ત્યારે ખજૂર ભાઈ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ખજુરભાઈએ ગાય માતા માટે એવું કામ કર્યું કે સાંભળીને તમે પણ તેની વાહ વાહ કરશો. ખજૂર ભાઈએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જે ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.
માણસોની જેમ ખજૂર ભાઈ પણ પ્રાણી પ્રેમી છે. ઘણી વખત તેમનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ સામે આવતો હોય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો તે ગાય માતા માટે 500 કિલો સૂકો મેવો તૈયાર કર્યો છે. થોડા દિવસો પહેલા નિતીન જાનીએ એક વીડિયો શેર કર્યો હતો અને એમાં તેણે કહ્યું હતું કે કેટલાક શુભકામ કરવા માટે મુહૂર્ત જોવું પડે છે પરંતુ એક જ કામ એવું છે જેને કરવા માટે કોઈ મુહૂર્ત જોવું નથી પડતું એ છે ગાય માતાને ખવડાવવું.
મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો કે નીતિન જાની અને તેના ભાઈ તરુણ જાની ટ્રેક્ટરમાં આવે છે અને પૂજા કર્યા બાદ એક કપડું પાથરીને કાજુ બદામ અને દ્રાક્ષના ડબ્બા ઠલવી મિક્સ કરે છે. ત્યાર પછી ગાયોને ખાવા માટે ઠાલવી દે છે. આ ઉપરાંત ગાયની પૂજા કરી આશીર્વાદ પણ લે છે.