હાલના સમયમાં નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈ આજે તેને ગુજરાતમાં ખૂબ નામના મેળવી છે. ત્યારે તે ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશ માં ખૂબ ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ ખજૂર ભાઈએ સગાઈ ની તસ્વીરો પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા અને લોકોએ ખૂબ અભિનંદન અને પ્રેમ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની હવે મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈના બંધનમાં જોડાઈ ચૂક્યા છે.
ખજૂર ભાઈ ની સગાઈ મીનાક્ષી સાથે થયા બાદ બંને હળવા મૂડમાં જોવા મળ્યા હતા અને બંને ફરવા ગયા હતા. તેની તસવીરો પણ સામે આવી હતી જ્યારે હાલ સોશિયલ મીડિયા પર ફરી એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં ખજૂર ભાઈ અને મીનાક્ષી કિનારે કારની રાઇડ માણી રહ્યા છે અને સાથે સાથે ખજૂર ભાઈના ભાઈ પણ જોવા મળી રહ્યા છે.