અનાથ બાળકો ની મદદે આવ્યા ખજુર ભાઈ બાળકો ખજૂર ભાઈ નો વાત્સલ્ય પ્રેમ જોઈ મા બાપ ને યાદ કરી ધ્રુસ્કે ધ્રુસ્કે એ રડી પડ્યા

હાલ ખજૂર ભાઈ ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે જેમને હાલ થોડા સમય પહેલા જ સગાઈ કરી છે અને આમ પણ તે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં રહે છે જેનું કારણ એક જ છે તે જરૂરિયાત મંદ લોકોને તે ખૂબ મદદરૂપ થાય છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યારે ખજૂર ભાઈના સેવાના કાર્યને લીધે ગુજરાતમાં ખૂબ ચાહકો છે. ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની. ખજૂરભાઈ આજે ગુજરાતના એક એક વ્યક્તિના દિલમાં વસે છે. કારણ તે લોકોની ખૂબ સેવા કરે છે. જે પણ લોકોને સેવા કરી છે તે લોકોથી જાણવા મળ્યું છે કે અમે તેમને ભગવાન તરીકે માનીએ છીએ. જ્યારે ખજૂર ભાઈના સેવા કરીને લઈને જેટલા વખાણ કરી એટલા ઓછા છે.

ત્યારે ખજૂર ભાઈ તે બે youtube ચેનલ ચલાવે છે. જેમાં એક ચેનલ માંથી કોમેડી વિડીયો બનાવે છે અને બીજી ચેનલમાં તે vlog channel છે. હાલ હમણાં જ ખજૂરભાઈ એક વીડિયો શેર કર્યો છે. તે વિડિયો તે રાજ્યના છેલ્લા તાલુકાના છેલ્લા ગામમાં આવી પહોંચ્યા હતા ત્યાં આવીને તેને મુલાકાત કરી તેવા ભાઈ બહેનો સાથે જે તેની પરિસ્થિતિ સાંભળીને રડવું આવી જાય. બે બાળકો ઘરમાં એકલા રહે છે તે પણ તેના માતા-પિતાના વગરના છે.

જયારે ખજૂર ભાઈ મુલાકાત લીધી ત્યારે તેની હાલત ખુબ નાજુક જોવા મળે છે. ત્યારે આ દીકરા નું નામ પૂજા છે અને તેના ભાઈનું નામ મયુર છે. બંને ભાઈ બહેનના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું છે અને તેનું એક વર્ષ પણ પૂરું થયું નથી. માતા પિતા નું અવસાન થઈ ગયું ત્યારેપછી રેવા ખાવા પીવાની જવાબદારી પૂજા નિભાવી રહી છે. આ બંને માતા પિતાનું મૃત્યુનું કારણ ટીબી હતું. હાલ બંને બાળકોની સંભાળ તેમના મોટા મમ્મી રાખી રહ્યા છે.

જ્યારે ખજૂરભાઈ વાતચીત કરતા પૂજાને પૂછ્યું કે પહેલેથી તેને જમવાનું બનાવતા આવડે છે તો તેને ના પાડી અને ધ્રુજીને આંસુની નદી ઉભરાઈ આવી કારણકે તેને તેના માતા-પિતા ખૂબ યાદ આવે છે. તેને કીધું મારે મોટા થઈને ડોક્ટર બનવું છે એના કારણે મારા માતા-પિતાને જે થયું છે તે બીજા કોઈની સાથે ના થાય.

ત્યારે પૂજાની આ વાતચીત દરમિયાન ખજૂર ભાઈ ખૂબ ભાવુક થઈ ગયા હતા. ત્યાર પછી ખજુરભાઈ એવો સંદેશ આપ્યો બધાને આ બાળકોમાંથી પ્રેરણા લેવી જોઈએ. જ્યારે પૂજાને મોટું થઈને ડોક્ટર બનવું છે અને નાનાભાઈ મયુર ને પોલીસ સપનું છે. ખજુરભાઈ કહે છે કે તેનું કાર્ય હું કરવા જઈ રહ્યો છું તેઓ ખુદ જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *