ગુજરાતમાં સોનુ સુદ તરીકે ઓળખાતા એટલે કે ખજૂર ભાઈ તેનું રીયલ નામ છે નીતિન જાની. નિતીન જાની લોકોની ખૂબ સેવા કરી રહ્યા છે. અને આજે તે ગુજરાતના દરેક વ્યક્તિના દિલમાં છે. તારે હાલ ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની એ તેની સગાઈ કરી છે. જે નિતીન જાની અને મીનાક્ષી દવે ની નવી તસવીરો સામે આવી છે.

ખજૂર ભાઈ એક સિમ્પલ અને સાદી જીવન જીવે છે ત્યારે તેને તેના જીવનસાથી પણ એ રીતે જ ગોતી છે. જે એ પણ મીનાક્ષી દવે પણ સિમ્પલ લાઈફ સ્ટાઈલ જીવે છે. ખજૂર ભાઈ ઇચ્છે તો તે high -life છોકરી પણ મળી શકે એમ છે છતાં ખજૂર ભાઈ તેની એક અલગ જ વિચારધારાના છે. તેનાથી લોકોને ખૂબ પ્રેમ છે ખજૂર ભાઈ જરૂમત લોકોની સેવા પણ કરી રહ્યા છે.

ખાંભા નજીક હનુમાન નગરમાં આવેલા હનુમાન મંદિર જાનીના પરિવાર આવ્યા હતા અને મીનાક્ષી દવેના પરિવાર પણ આવ્યા હતા તે સમય દરમિયાન બંને પરિવાર તરફથી નંબર આપ-લે થયો હતો.
તે સમયે દરમિયાન નિતીન જાનીના મમ્મી ને મીનાક્ષી નો સ્વભાવ ખૂબ ગમી ગયો હતો. ત્યારબાદ ધીમે ધીમે બંને પરિવાર સાથે વાતચીત શરૂ થઈ કોઈને પણ ખ્યાલ નહોતો કે મીનાક્ષી નીતિનભાઈ ની લાઈફ પાર્ટનર બનશે.

આ સમય બાદ નિતીન જાણીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માંગુ નાખ્યું આ વાત સાંભળીને મીનાક્ષી ખુબ ખુશ થઈ ગઈ હતી. એક પણ વિચાર્યા વગર તેને સંબંધ માટે હા પાડી દીધી હતી.

અત્યારે હાલ ગુજરાતમાં ખજુરભાઈ ની જોડીની ખૂબ વખાણ થઈ રહ્યા છે. ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. અત્યારે ખજૂર ભાઈની સગાઈ થયા બાદ પહેલી મુલાકાત થઈ હતી ત્યારે તેને ફોટા શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતાં. હાલ અત્યારે નીતિન જાની અને મીનાક્ષી દવે નવી તસ્વીર સોશ્યિલ મીડિયા પર અપલોડ કરી છે જે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.