ખજૂર ભાઈને મળ્યું youtube તરફથી બીજું ગોલ્ડ પ્લે બટન – નીતિન જાની બન્યા ગુજરાતના પહેલા એવા વ્યક્તિ જેની પાસે 2 ગોલ્ડ અને 6 સિલ્વર બટન છે

યુટ્યુબ પર જીગલી ખજૂર તરીકે પ્રખ્યાત એવા નીતિન જાની અને તરુણ જાનીએ અસહાય લોકોની મદદ કરવા માટેની ઝૂંબેશ ઉપાડી છે. કોરોનામાં ઘણા લોકોની રોજી રોટી છીનવાઇ ગઇ હતી અને ઘણા લોકોના ઘર વાવાઝોડામાં પડી ગયા હતા તેમની મદદ માટે ખજૂરભાઈ સામે આવ્યા છે.ગુજરાતમાં ‘ખજૂર ભાઈ’ તરીકે પ્રખ્યાત થયેલા નીતિનભાઈ જાની અનેક લોકોની મદદે આવતા હોવાની વાત જગ જાહેર છે અને તેની નોંધ પીએમ મોદીએ પણ લીધી હોવાનું કોઇથી અજાણ નથી.

ખજૂર ભાઈ ને હાલ youtube તરફથી બીજું ગોલ્ડ પ્લે બટન મળ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ તેમની પાસે પહેલા પણ એક ગોલ્ડ પ્લે બટન હતું. હાલ ગુજરાતમાં ખજુરભાઈ પહેલા એવા વ્યક્તિ છે જેની પાસે youtube ના 2 ગોલ્ડ બટન અને 6 સિલ્વર બટન છે. હાલમાં જ ગોંડલના સાંઢીયા પુલ પાસે અસામાન્ય પરિવાર રહેતો હોઇ તેની જાણ ખજૂર ભાઇને થઇ હતી અને તેમની મદદે દોડી આવી ગોંડલના નગરજનોને પણ શ્રમદાન કરવા આહવાન કર્યું હતું.

https://youtu.be/Rmv0LkkesCE

લોકોની નિઃસ્વાર્થ મદદ અને સખત મહેનતના કારણે આજે નીતિન જાની આજે ગુજરાતમાં ખૂબ મોટુ નામ બની ગયા છે. કોમેડી વીડિયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનાર ખજૂરભાઈએ છેલ્લા થોડા સમયથી હજારો લોકોની મદદ કરી છે અને તૌકતે વાવાઝોડુ જ્યારે ગુજરાત પર ત્રાટક્યુ હતું તેમાં ઘર ગુમાવનાર લોકોને મદદ કરવા માટે અત્યાર સુધી તેમણે લગભગ 200 જેટલા ઘર બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *