આપ જાણતાજ હશો કે શનિવારના રોજ સમગ્ર દેશભરમાં મહાશિવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને લાખો શિવભક્તો ભગવાન ભોળાનાથ ની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મહાશિવરાત્રીના ઉજવણી ના વિડીયો સોશિયલ મીડિયા પર જોયા જ હશે.
હાલમાં સોશિયલ મીડિયા પર મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરતા એવા શિવભક્ત ખજૂર ભાઈ અને તેમના ભાવી પત્ની મીનાક્ષી દવે ની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે અનોખી રીતે ભગવાન ભોળાનાથ ની પૂજા અર્ચના કરી હતી. જયારે વિડીયો મીનાક્ષી દવે થોડાક જ સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
એમાં તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રીના પાવન પર્વે મીનાક્ષી દવે માટીમાંથી ખૂબ જ સુંદર ભગવાન ભોળાનાથની શિવલિંગ બનાવી બાદ મીનાક્ષી દવે અને ખજૂર ભાઈએ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી.
તેઓના આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા શિવભક્તોએ વીડિયોને ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને તમને જણાવી દઈએ કે ગયા વર્ષના અંતમાં ખજૂર ભાઈ ની સગાઈ મીનાક્ષી દવે નામની જ્યોતિ સાથે થઈ હતી સગાઈ થઈ ગયા બાદ મીનાક્ષી બેન દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.
ત્યારે અવારનવાર ખજૂર ભાઈ સાથેની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા હોય છે. ત્યારે ખજૂર ભાઈ પણ પોતાના સેવા કે કામના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મીનાક્ષીબેન દવેની સાથે સાથે ખજૂર ભાઈ ની વાત કરીએ તો ખજૂર ભાઈ તો લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે અને ખૂબ લોક ચાહના મેળવેલી છે