અમદાવાદની અંદર ઉજવાય રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશથી લોકો મુલાકાત લેવા આવી રહ્યા છે. જેની નોંધ ઇતિહાસમાં લેવાશે. હાલ પ્રમુખસ્વામી નગરના મેનેજમેન્ટના લોકો ચારે બાજુ વખાણ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હાથે કરવામાં આવ્યું હતું.
એક વખત કેલાલ જાદુગર અને સંતો મળ્યા પછી એકબીજા સાથે વાત કરતા કેલાલ જાદુગરે કહ્યું કે મને ગુટકા કંપનીએ એડ નો પ્રસ્તાવ મૂક્યો છે. આ કંપનીએ મને 11 સેકન્ડની એડ માટે 25 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. ત્યારે પ્રમુખસ્વામીના એકે ઈશારા પર કેલાલ જાદુગરે આ જાહેરાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે આ માહિતી અધિકારીઓને મળતા તેઓએ ફરી એક વખત કેલાલ જાદુગર ને કહ્યું કે અમે 50 લાખ રૂપિયા સુધી પણ તમને આપી શકીએ છીએ.
તેમ છતાં નિસ્વાર્થ પણે કેલાલ જાદુગરે આવી જાહેરાત કરવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો. અધિકારીઓએ કહ્યું જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો અમે તેનું સમાધાન પણ લાવીએ છીએ ત્યારે કેલાલ જાદુગરે કહ્યું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. જ્યારે કંપનીના લોકોએ પૂછ્યું કે આ પાછળનું કારણ શું છે? ત્યારે કેલાલ જાદુગરે જવાબ આપ્યો કે એકવાર હું સેવા કરવા આણંદ ગયો હતો. ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ ત્યાં છે. પછી હું તેમને મળવા ગયો ત્યારે મેં તેમને મારો શો જોવા માટે વિનંતી કરી. ત્યારે મારૂ સ્વપ્ન હતું કે પ્રમુખસ્વામી મહારાજ મારા શો ની એક વખત મુલાકાત લે.
મારી વિનંતી નું માન રાખીને પ્રમુખસ્વામી મહારાજ મારો શો જોવા માટે સંમત થયા. એટલું જ નહીં તેમણે શો પણ જોયો. મારો શો પ્રમુખસ્વામી મહારાજને ખૂબ જ સારો લાગ્યો. પરંતુ છેલ્લે તેણે મને કહ્યું કે હજારો લોકો તમારો શો જોવા આવે છે તો તમે તમારા શો દ્વારા લોકોને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કરશો તો ખૂબ જ સારું રહેશે. કેલાલ જાદુગરે કહ્યું આ મારા માટે આ સૌભાગ્ય કહેવાય. આમ આવી રીતે તેણે 50 લાખ રૂપિયાની મોટી ઓફર ફગાવી દીધી.