કેજરીવાલે ગુજરાતની ચુંટણીને લઈને કરી મોટી ભવિષ્યવાણી

રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હાલ ગુજરાતની ચૂંટણીમાં પોતાના વિજય રથ સાથે સતત આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતાની પ્રથમ પસંદ બની ગઈ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓથી લઈને કાર્યકર્તાઓ સુધી દરેક વ્યક્તિ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે રાત-દિવસ સતત કામ કરી રહ્યા છે. તેની સાથે આપનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવેલ છે. એવામાં અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.’

અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકારોને સંબોધતા જણાવવામાં આવ્યું છે કે, ‘ભારતીય જનતા પાર્ટીનાં લોકો દ્વારા આપનાં અનેક લોકો પર હુમલા કરવામાં આવ્યા છે. ભાજપ ગભરાય ગયું ગઇ છે. 27 વર્ષમાં પછી પ્રથમ વખત ભાજપ આટલું બધું કેમ ભયભીત કેમ થઈ રહ્યું છે? હું તમને તેનો જવાબ આપું છું. તમે રસ્તા પર જઇને કોઇને પણ પૂછો કે, તમે વોટ કોને આપશો. તો સામેથી જવાબ આવશે કે આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીને આપીશું. જે લોકો ભાજપને મત આપવાનું કહે છે, તેમની સાથે થોડીવાર વાત કરો તે પણ પાંચ મિનિટમાં કહેશે કે, મારો સંપૂર્ણ મહોલ્લો આપને વોટ આપવાનો છે મારે પણ આપને મત આપવો છે પરંતુ ડર લાગી રહ્યો છે.’

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે,’ત્રણ વાત સ્પષ્ટ છે કે, પ્રથમ આમ આદમી ડરેલો છે, બીજું -કોંગ્રેસનાં વોટર શોધશો તો પણ મળશે નહીં અને ત્રીજું – ભાજપના મોટાપ્રમાણમાં મતદારો આમ આદમી પાર્ટીને મત આપવાના છે. ગુજરાત આ વખતે ફેરફાર જરૂર ઇચ્છે છે.’

આ વિના તમને જણાવી દઈએ કે, ‘અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સંપૂર્ણ સાચ્ચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 27 વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતાને હવે રીલીફ મળશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર સુધીમાં જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાનું નોટિફિકેશ જાહેર કરી દેવાશે. પંજાબમાં પણ થયું છે અને ગુજરાતમાં પણ થઈ શકે છે. આ સિવાય કોન્ટ્રાક્ટનાં કર્મચારીઓની તમામ સમસ્યાઓને ઉકેલ લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *