બોલીવુડના ફેમસ એક્ટર કાર્તિક આર્યનના હાલ ખૂબ જ ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને પણ આગળ વધારવાનું વિચારી રહ્યા છે. કાર્તિક આર્યન ના લગ્નને લઈને ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. હાલના એક ઇન્ટરવ્યૂમાં કાર્તિક આર્યનને પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે તે બે ત્રણ વર્ષથી તેના વિશે વિચારી રહ્યો નથી.

મળતી માહિતી અનુસાર કાર્તિક આર્યનનું નામ રિતિક રોશન ની કઝીન પરીષ્મના રોશન સાથે જોડવામાં આવ્યું હતું. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યારે હાલ એક નવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળી ચાહકો ખુબ જ ખુશ થઇ ગયા છે.
કાર્તિક આર્યને તાજેતરમાં જ instagram પર એક તસવીર પોસ્ટ કરી છે. ત્યાંતે તસવીર ફ્રાંસની છે. મિત્રો તમે જોઈ શકો છો કાર્તિક આર્યન આ તસવીરમાં બહાર જોઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ થોડા દિવસો પહેલા ફ્રાન્સથી રિતિક રોશન ની બહેન પશ્મિના રોશનની એક તસવીર પણ સામે આવી હતી. અને તે માટે તેના પિતરાઈ ભાઈ રિતિક રોશન સાથે જોવા મળી હતી.

આ બંનેની તસવીરો એક જગ્યાએથી સામે આવતા ચાહકો ના મનમાં સવાલ ઊભા થયા છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કાર્તિક અને પશ્મીના આ વર્ષે સગાઈ કરી લેશે. મિત્રો તમને જણાવી દઈએ આ બંનેના અફેરના મામલે હજુ સુધી કોઈ પાકી જાણકારી મળી નથી.