હાલ ગુજરાતમાં ફેમસ સેલિબ્રિટી એવા કમલેશભાઈ જેને આપણે કમો કોઠારીયા તરીકે ઓળખીએ છીએ જેનો થોડા સમય પહેલા video ખૂબ જ વાયરલ થયો હતો અને આજે પણ તે વિડિઓ લાખો લોકો જોઈ રહ્યા છે. હાલમાં એક એવો જ કમો કેનેડામાં પણ જોવા મળ્યો છે.
હાલ કિર્તીદાન ગઢવી કેનેડા ના ટુર પર છે, ત્યારે તેના અલગ અલગ સ્થળ પર પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેમાં હાલ એક ગરબા ના પ્રોગ્રામમાં કિર્તીદાન ગઢવી એ સોશિયલ મીડિયાના પેજ પર એક વિડીયો શેર કર્યો હતો. ગુજરાતમાં જેવી રીતે કમો સેલિબ્રિટી બની ગયો તેવી જ રીતે કેનેડાનોમાં કમા જેવો જ એક ભાઈ ત્યાં ડાન્સ કરી રહ્યો છે કિર્તીદાન ગઢવીએ ગીત ની રમઝટ બોલાવી અને કમાની જેમ ત્યાંના વ્યક્તિએ ડાન્સ કર્યો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે કેનેડાને પણ કમો મળી ગયો.
ગુજરાતમાં જેમ કિર્તીદાન ગઢવીએ કમાને ફેમસ કર્યો હતો તેવી જ રીતે કેનેડામાં પણ આ કમો ફેમસ થઈ રહ્યો છે અને લાગી રહ્યું છે કે તે પણ સેલિબ્રિટી બની જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેનેડા નો નવો કમો ડાન્સ કરી રહ્યો છે અને તેના પર ડોલર વરસી રહ્યા છે.