રાતો રાત પ્રખ્યાત થયેલા કમાના માતા-પિતાએ કમા વિશે એવી વાત જણાવી કે લોકો હેરાન થઈ ગયા

રાતો રાત સેલિબ્રિટી બની ગયેલા કમાને તો તમે બધા ઓળખતા જ હશો. રાતો રાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઇને ગુજરાતના લોકો જ નહીં પરંતુ દેશ વિદેશના લોકો પણ ઓળખવા લાગ્યા છે. થોડાક મહિના પહેલા કમાને કોઈ બોલાવતું પણ ન હતું. આજે તે જ કમાને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

કમો કિર્તીદાન ગઢવીના ડાયરા માંથી રાતોરાત સેલિબ્રિટી બની ગયો હતો. કિર્તીદાન ગઢવીના ડાયરામાં જ્યારે કિર્તીદાન ગઢવીએ રસીયો રૂપાળો રંગરેલીયો ગીત ગાયું ત્યારે કમાએ આ ગીત ઉપર મન મૂકીને ડાન્સ કર્યો હતો અને કમાનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેના લીધે કમો પણ વાઇરલ થયો હતો.

ત્યારબાદ તો કમો ધીમે ધીમે ગુજરાતના તમામ લોકો વચ્ચે જાણીતો બની ગયો હતો. જ્યારથી કિર્તીદાન ગઢવીએ કમાનો હાથ પકડ્યો છે ત્યારથી કમાનુ આખું જીવન બદલાઈ ગયું છે. કમો લોકો વચ્ચે ખૂબ જ જાણીતો બની ગયો છે. આટલું જ નહીં પરંતુ ત્યારબાદ તો સોશિયલ મીડિયામાં કમાના ઘણા બધા વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા.

નવરાત્રીમાં પણ કમાએ અલગ અલગ નવરાત્રીના કાર્યક્રમોમાં હાજરી આપીને રમઝટ બોલાવી હતી. કમાના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાઇરલ થતા હોય છે. તમને બધાને ખબર હશે કે કમાનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કોઠારીયા ગામ છે.

કમાને ડાયરામાંથી જે પણ રૂપિયા મળે છે. તેમાંથી અડધા રૂપિયા કમાભાઈ પોતાની પાસે રાખે છે અને અડધા રૂપિયા ગૌશાળામાં દાન કરે છે. કમાના માતા પિતા પાસેથી કમાની એક વાત જાણવા મળી હતી. કમાના માતા-પિતાએ પોતાના દીકરા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે કમો નાનો હતો ત્યારે તેને ડોક્ટરને બતાવવામાં આવ્યો હતો.

ત્યારે ડોક્ટરે કમા ની તપાસ કરીને જણાવ્યું હતું કે કમો માનસિક રીતે સમક્ષ નથી. ડોક્ટરે જણાવ્યું હતું કે કમો ભક્તિ અને ભજનમાં વિશેષ લાગણી ધરાવશે. જેના કારણે કમાને રામામંડળ અને ડાયરા જોવા ખૂબ જ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *