મિત્રો રાતો રાત ફેમસ થયેલા કમાને તો તમે જાણતા જ હશો. કમો કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી રાતોરાત સેલિબ્રિટી બની ગયો હતો. એક સમય એવો હતો જ્યારે ચારે બાજુ કમો કમો થઈ રહ્યું હતું. કોઈપણ કાર્યક્રમ કે ડાયરો હોય કે પછી ઓપનિંગ હોય ત્યાં કમાની એન્ટ્રી હોય જ. તેને જોવા લોકો મોટી સંખ્યામાં આવતા હતા.
સોશિયલ મીડિયા ઉપર કમાના તમે ઘણા વાયરલ વીડીયો જોયા હશે. અને કમાના લગ્નની વાતો પણ સાંભળી હશે. થોડા દિવસો પહેલા જ કમાના લગ્નનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
હાલ કમા ના લગ્નને લઈને તેવી જ એક વાત સામે આવી છે. સુરત થી કોઈ બહેને કિર્તીદાન ગઢવી ને મેઈલ કર્યો અને કહે છે કે અમારા ઘરમાં 24 વર્ષની એક દીકરી છે જે અસલ આવી જ મંદબુદ્ધિની છે. આ બંનેની જોડી જામશે. કમાભાઈ ને લાયક પણ છે જો તમારી ઈચ્છા હોય તો મારો સંપર્ક કરજો.
લગ્નની વાતનો કમાએ શું જવાબ આપ્યો?
કિર્તીદાન ગઢવી કમા ને પૂછે છે કે તો હવે ફાઇનલ હા કહી દઉં? ત્યારે કમો ના પાડે છે અને કહે છે મારે લગ્ન નથી કરવા મારે કામે જવું પડે. લગ્ન ન કરીએ તો મોજ થી જીવી શકીએ.
હાલમાં કમા ના લગ્નની વાત ખૂબ ધૂમ મચાવી રહી છે. થોડા દિવસો પહેલા અમદાવાદમાં એક કાર્યક્રમની અંદર કમાનું એક છોકરી સાથે ઢોલ નગારા સાથે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોએ અફવા ફેલાવી અને વીડિયોને ખોટી દિશામાં આગળ વધાર્યો હતો કે કમાએ લગ્ન કરી લીધા.