કિર્તીદાન ગઢવી ના ડાયરામાં ફરી એકવાર કમાભાઈ ની મોજ! કમાભાઈનો આ ડાન્સ જોઈને હસી હસીને ગોટા વળી જશે

લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાથી રાતોરાત સેલિબ્રિટી બની ગયેલો કમો હવે દરેક જગ્યાએ લોકપ્રિય થતો જાય છે. બે દિવસ પહેલા કિર્તીદાનના કારણે ફેમસ થયેલો કમો સુરતની મુલાકાતે આવ્યા હતો. કમાનું ફેવરિટ ગીત ‘ઘરે જાવું ગમતું નથી’ ગાતા જ કમો ખુરશી પરથી ઉભો થઈ ગયો હતો અને ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે નાચવા લાગ્યો.

મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કમો કિર્તીદાન ગઢવી સાથે ખૂબ જ મન મૂકીને નાચી રહ્યો છે. કિર્તીદાન ગઢવી કમાનો ફેવરિટ ગીત રસીયો રૂપાળો ઘેર જાવુ ગમતો નથી ગાતા જ કમો આ ગીત પર ધૂમધામ થી નાચવા લાગે છે.કમાભાઈના વિડિયોઝ પણ લોકોને જોવા ગમતા હોય છે અને અલગ અલગ પ્લેટફોર્મ પર લોકો શેર પણ કરતા હોય છે.

કમાભાઈમે લોકડાયરા કલાકાર કીર્તીદાન ગઢવીએ નામના અપાવી હતી. એક આવા જ વિડીયોમાં જોવા મળ્યું હતું કે કમાભાઈ તેઓના એક લોકગીત પર ઝૂમવા માંડ્યા હતા અને કીર્તીદાને તેઓને બોલાવીને પોતાની પાસે બેસાડયા હતા. ત્યાર પછીથી તેઓને ખૂબ નામના મળી છે. અનેક ડાયરામાં કમાભાઈ નાચતા જોવા મળ્યા હતા અને ગુજરાતનાં ખૂણે ખૂણે જાણીતા બની ગયા હતા.

કમો નામથી જાણીતા એવા કમલેશભાઇનું પૂરું નામ નામ કમલેશ નરોત્તમભાઇ નકુમ છે. તેની 26 વર્ષ ઉંમર છે. તેમના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાભાઇને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશભાઇ અને સંજયભાઇ. બન્ને લાદી સ્ટાઇલનું કામ કરે છે. કમાભાઇ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કમાભાઇ આ ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. કીર્તીદાનના ડાયરામાં એક ગીત કાન રસિયો રૂપાળો રંગ રેલિયો… એ સૂરો પર તેઓ ઝૂમવા લાગ્યા હતા અને ત્યાર પછી આજે તેઓને નાના બાળકો પણ ક્મો તરીકે ઓળખી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *