ગુજરાતમાં સૌ કોઈ લોકો કમાભાઈ ને તો ઓળખતા જ હશે. કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી પ્રખ્યાત થયેલા કમાને લાખો લોકો આજે જાણે છે. અત્યારે કમાનુ નામ ગુજરાતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. કમાના ચાહકો દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે.
કમાએ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં એક ડાન્સ કર્યો હતો અને કમો એ ડાન્સ પરથી રાતોરાત જ ફેમસ થઈ ગયો. કમાના દિવસો અત્યારે ખૂબ જ બદલાઈ ગયા છે અત્યારે તેને લોકો સેલિબ્રિટી કરતા પણ વધારે માન આપે છે. તમે સોશિયલ મીડિયા પર કમાના ઘણા વિડીયો જોયા જ હશે.
હાલમાં કમો તેના પિતા સાથે હેલિકોપ્ટરમાં બેઠેલો જોવા મળ્યો છે. મિત્રો કમાની વાત કરીએ તો કમાને કોઈ સ્ટેજ પર પણ ચડવા દેતા ન હતા. પરંતુ આજે લોકો તેને સ્ટેજ પર બોલાવી રહ્યા છે અને તેના પર નોટોનો વરસાદ કરી રહ્યા છે. મિત્રો તમે ફોટોમાં જોઈ શકો છો કમો તેના પિતાની સાથે હેલિકોપ્ટરની સીટ પર બેઠેલો જોવા મળે છે. કમાએ તેના પિતાનું હેલિકોપ્ટરમાં બેસવાનું સપનું સાકાર કર્યું છે. તેમજ કમો તેના પિતાના ચહેરા ઉપર ખુશીઓ જોઈ રહ્યો છે. હાલા આ વિડિયો સોશિયલ પીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો છે.
અત્યારે સોશિયલ મીડિયા ઉપર કમો અને તેના પિતાના કેટલાક ફોટાઓ પણ ખૂબ જ વધારે વાઇરલ થઈ રહ્યા છે તેમજ કમો અને તેના પિતા હેલિકોપ્ટરમાં જોવા બેઠેલા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કમાના ઘણી બધી મોંઘી ગાડીઓની અંદર રોયલ એન્ટ્રી ના વિડીયો તમે જોયા જ હશે.