કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી રાતોરાત ફેમસ થઈ ગયેલા કમાને તો તમે ઓળખતા જ હશો. કમાભાઈના ફેન દિવસેને દિવસે વધી રહ્યા છે. ડાયરામાં કિર્તીદાન ગઢવી “રસીયો રૂપાળો રંગરેલીયો” ગીત ગાય અને પછી કમો મન મૂકીને ડાન્સ કરે. બસ પછી તો કમા ના ભાગ્ય જ ખુલી ગયા અને તેનો ડાન્સ વાયરલ થઈ ગયો.
સોશિયલ મીડિયા પર તમે ઘણા કમાના વિડીયો જોયા હશે. જેમાંથી અમુક વિડીયો તમે કમા ની એન્ટ્રી ના જોયા હશે. થોડા દિવસ પહેલા કમો હેલિકોપ્ટરમાં બેસેલો જોવા મળ્યો હતો. ત્યારે હાલમાં એક ડાયરામાં કમાએ એવી જોરદાર એન્ટ્રી કરી કે ચાહકોએ કહ્યું આ તો કેવી એન્ટ્રી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કમો ડાયરામાં હાજર લોકોની વચ્ચેથી એન્ટ્રી કરે છે. કમાને દોડતો જોઈ ત્યાં બેઠેલા તમામ લોકો બૂમો પાડે છે.
દોડીને કમો સ્ટેજ પાસે પહોંચે છે અને સ્ટેજ પર ચડતા પહેલા તે પોતાના બુટ સાચવીને સાઈડમાં મૂકી દે છે. ત્યાર પછી સ્ટેજ પર બેઠેલા કલાકાર કમાના વખાણ કરે છે. હાલા આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે.