ગુજરાતમાં રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કોઠારીયા કમાને તો તમે જરૂર ઓળખતા જ હશો. હાલમાં તો કમાનુ નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ખૂબ જ ફેમસ થઈ ગયું છે. ગુજરાતમાં થતા તમામ ડાયરાઓમાં કમાની હાજરી ફરજિયાત થતી ગઈ છે. નાના બાળકોથી લઈને મોટા મોટા મહાન કલાકારો પણ કમાને જોવા ઉમટી પડતા હોય છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કમાના ઘણા ફ્રેન્ડ બની ગયા છે. ત્યારે હાલ કમાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો છે. તમને જણાવી દઈએ કિર્તીદાન ગઢવીએ એક ડાયરામાં રસીયો રૂપાળો ગીત ગાયું હતું. ત્યારે કમાયે આગળ આવીને અનોખો ડાન્સ કર્યો હતો અને કમો રાતોરાત સેલિબ્રિટી બની ગયો.
ત્યારબાદ કમાના ડાન્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી હતી. એક સમય એવો હતો જ્યારે કમાને કોઈ બોલાવવા માટે પણ તૈયાર ન હતું, પરંતુ આજે લોકો કમાને પોતાના કાર્યક્રમ માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે.
હાલ વાયરલ થયેલા કમાના વીડિયોની વાત કરીએ તો કમાભાઈ એક જીમની અંદર કસરત કરતો જોવા મળ્યો હતો. જાણવા મળ્યું છે કે જીમમાં કમો પહેલી વખત કસરત કરવા માટે પહોંચ્યો છે. જીમમાં કમાએ એવી કસરતો કરી કે વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.
જીમમાં કસરત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો એક વ્યક્તિ કમાને કસરત કરવાનું શીખવાડે છે ત્યારે કમો તેની અંદર અનોખા અંદાજમાં કસરત કરવાનું શરૂ કરે છે. વાયરલ થયેલો આ વિડીયો કમાના ઓફિસિયલ instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુસ આવી ચૂક્યા છે. આ વીડિયોને 33,000 થી પણ વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. ઘણા લોકો કમા ને જીમ કરતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.