કમાએ પહેલીવાર તેનું ફેવરિટ ગીત “રસીયો રૂપાળો રંગ રેલીયો ઘેર જવું ગમતું નથી” ગાયું – જુઓ વિડીયો

કમો તો કમો કહેવાય! કિર્તીદાને હાથ જાલ્યો અને કમાની કિસ્મત બદલાઈ ગઈ. આજે વિદેશ સુધી પહોંચી જનાર કમાભાઈ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસે સ્ટેજ સુધી પણ ન ગયા હતા. સ્ટેજ પર જવા અને બેસવાનું તો કદાચ તેણે સપનું પણ ન જોયું હશે.

ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામચીન નામ ચર્ચામાં હોય છે કમો કમાંની રીતે… કમો તો કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નહિતર નો પણ બોલે… ગુજરાતના જાણીતા કલાકારોના મુખ્ય આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. ત્યારે કમાની દેશ-વિદેશમાં પણ ભારે બોલબાલા છે. સોશિયલ મીડિયા પર તમને કમાના ક્યાંક ને ક્યાંક વિડિયો દેખાતા જ હશે. આમ તો આખું ગુજરાત કમાને ઓળખતો થઈ ચૂક્યું છે પરંતુ હજુ પણ કેટલાક લોકો કમાથી અજાણ છે.

કમો પહેલીવાર તેનું ફેવરેટ ગીત “રસીયો રૂપાળો રંગરેલીયો ઘરે જવું ગમતું નથી” ગાતો જોવા મળ્યો છે. આ ગીત કમા ને ખૂબ જ ગમે છે. જયારે પણ આ ગીત વાગતુ હોય ત્યારે કમો તેની અલગ જ ધૂનમાં હોય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કિર્તીદાન ગઢવી ના ડાયરામાં કમો માઈકમાં કિર્તીદાનની સાથે સાથે આ ગીત ગાય રહ્યો છે. કમા માટે આ ગીત અલગ જ લેવલનું છે. જ્યારે કમાએ પહેલીવાર આ ગીત ગયું ત્યારે દર્શકો પણ ખૂબ જ તાનમાં આવી ગયા હતા.

કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. બધા તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો અને ખુબ જ ફેમસ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *