માત્ર 20 સેકન્ડનો વિડીયો જોઈને આંખમાં આસું આવી જશે…

દુનિયામાં ઘણા લોકો એવા છે જેનું સ્ટ્રગલ જોઈને આપણને રડવું આવી જતું હોય છે ઘણા લોકો મહેનત કરતા હોય છે, પરંતુ અતૂટ મહેનત કરવા છતાં તેને ફળ મળતું નથી. ત્યારે હાલમાં એક એવો જ વિડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં રોડ ઉપર જીવન જીવવા માટે સંઘર્ષ કરતી બે ગરીબ દીકરીઓને જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આ બંને નાનકડી દીકરીઓ રસ્તા પર સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે બંને ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને આ વસ્તુમાં કોઈ જાતનો રસ નથી.

https://twitter.com/i/status/1601534710597169153

મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો એક બાજુ દિકરી ઢોલ વગાડી રહી છે અને બીજી બાજુ બીજી દીકરી સ્ટંટ કરી રહી છે. બંને લોકોને આકર્ષવાનો ખૂબ જ પ્રયાસ કરે છે પરંતુ તેની મદદ કરવા કોઈ પણ આવતું નથી.

આ પરિસ્થિતિમાં ઢોલ વગાડતી નાનકડી દીકરી રડી પડે છે, પરંતુ તેને સમજાયું કે જીવનમાં જો સફળ થવું હોય તો ખૂબ જ સંઘર્ષ કરવો પડશે. ત્યારબાદ તે આસુ લૂછીને પાછું ઢોલ વગાડવાનું શરૂ કરે છે. મિત્રો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *