અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દિવસેને દિવસે લોકો મુલાકાત લેવા આવી રહ્યા છે. આ શુભ અવસર પર પ્રમુખસ્વામી નગર માં લોકોની ભીડનો ખ્યાલ રાખીને તે પ્રકારની ઘણી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના કારણે કોઈને પણ મુશ્કેલી ન પડે. એક જગ્યા પર લાખો લોકો આવે તો સૌથી મોટી ચિંતા કોઈ વસ્તુ ખોવાવાની હોય છે. આ સમસ્યાના સમાધાન માટે પ્રમુખસ્વામી નગરમાં એક વખાણને પાત્ર વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈની પણ ખોવાયેલી વસ્તુ ગણતરીના સમયમાં જ મળી જશે.
મિત્રો તમને જણાવી દઈએ કે BAPS સંસ્થા દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે જેનું નામ ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ છે. આ સોફ્ટવેરની વાત કરીએ તો પ્રમુખસ્વામી નગરમાં કોઈ વ્યક્તિને ખોવાયેલી વસ્તુ મળે તો તેને જુદા જુદા વિસ્તારમાં બનાવવામાં આવેલા 12 જેટલા ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટરમાંથી કોઈ એક સેન્ટર પર જમા કરાવવાની રહેશે.

આ વ્યક્તિ પાસેથી વસ્તુની સામાન્ય વિગતો અને જાણકારી લેવામાં આવે છે ત્યારબાદ તે વસ્તુની સરળતાથી ઓળખ થાય એ રીતે સોફ્ટવેરમાં માહિતી પણ લખવામાં આવે છે. આ સોફ્ટવેરમાં એન્ટ્રી થતાં જ તે વસ્તુ ના નામનું એક યુનિક આઈડી જનરેટ થાય છે. સાથે સાથે 12 જેટલા સેન્ટરના કોમ્પ્યુટર પર આ માહિતી અપડેટ થઈ જાય છે.